જૂનાગઢમાંથી 23 લાખથી વધુ કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
જૂનાગઢના દોલતપરામાં 23 લાખથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો
જૂનાગઢઃ જૂનાગઢના દોલતપરામાં 23 લાખથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. મળતી જાણકારી અનુસાર, પોલીસને મળેલી માહિતીના આધારે હરેશ વદર નામના યુવકની તપાસ કરતા તેની પાસેથી 233 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત 23 લાખ રૂપિયાથી આસપાસ થાય છે. આ ડ્રગ્સની 1 ગ્રામની કિંમત 10 હજાર રૂપિયા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી એમડી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી મંગાવ્યો તે દિશામાં તપાસ શરૂ કરી હતી.
ગાંધીનગરઃ વધુ એક પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ વધુ એક પૂર્વ ધારાસભ્ય ભાજપમા સામેલ થશે. મળતી જાણકારી અનુસાર, આવતીકાલે ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુ ભાજપમાં જોડાશે. પ્રવીણ મારુએ પોતાના સમર્થકોને અમદાવાદના ગોતા સર્કલ પાસે એકત્ર થવા આહ્વાન કર્યું છે. ગોતા સર્કલથી રેલી સ્વરૂપે પ્રવીણ મારુ કમલમ પહોંચી કેસરિયો ખેસ પહેરશે. કૉંગ્રેસ સાથે છેડો ફાડનાર પ્રવીણ મારુએ વર્ષ 2020માં ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.
2017 બાદ આ નેતાની ભાજપમાં થઈ ઘર વાપસી
સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડની ભાજપમાં ઘર વાપસી થઈ છે. કમાભાઈને આજે ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. કમાભાઈ રાઠોડ તેના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. ગુજરાત બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને સીએમ ભુપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
2017 પહેલાં કમાભાઈ રાઠોડ ભાજપના જ ધારાસભ્ય હતા