Banaskantha: બકરા ચરાવવા ગયેલા કિશોરનું તળાવમાં ડૂબી જવાથી મોત, પરિવારમાં માતમ છવાયો
બનાસકાંઠા: દાંતા તાલુકાના ખેરમાળ ગામે એક ગોજારી ઘટના સામે આવી છે. હકિકતમાં ખેરમાળ ગામે તળાવમાં ડૂબી જતા એક કિશોરનું મોત થયું છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે કિશોર તળાવ કિનારે બકરા ચરાવી રહ્યો હતો.
બનાસકાંઠા: દાંતા તાલુકાના ખેરમાળ ગામે એક ગોજારી ઘટના સામે આવી છે. હકિકતમાં ખેરમાળ ગામે તળાવમાં ડૂબી જતા એક કિશોરનું મોત થયું છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે કિશોર તળાવ કિનારે બકરા ચરાવી રહ્યો હતો ત્યારે અચાનક પગ લપસી જતા તે તળાવમાં ખાબક્યો હતો. જેના કારણે ડૂબ જવાથી કિશોરનું મોત નિપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કિશોરના મૃતદેહને બહાર કાઢ્યો હતો. હાલમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેવામાં તળાવ અને નદી નાળામાં લોકોના ડૂબવાના કિસ્સા વધી રહ્યા છે. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ કિશોરના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.
વાડીએથી ઘરે આવતા કોઝવેમાં તણાયું બળદ ગાડું
આજે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે. જેને લઈને અનેક જળાશયો છલોછલ ભરાઈ ગયા છે તો બીજી તરફ અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. કેશોદ વિસ્તારમાં કેટલાક ઘરોમાં પાણી પણ ભરાયા છે. તો બીજી તરફ માળીયા હાટીનાના જુથળ ગામે વોંકળામાં બળદ ગાડું તણાયું છે. બળદ ગાડું તણાતા એક ખેડુત અને બે બળદના મોત નિપજ્યા છે.
આ ઘટના ઘટનાને લઈને સામે વિગતો અનુસાર ખેડૂત જ્યારે પોતાની વાડીએથી ગામમાં ઘરે જતા હતા ત્યારે વચ્ચે કોજવે ઉપરથી વોકળો ઓળંગવા જતાં તણાયા હતા. આ ઘટનાની ગામ લોકોને જાણ થતાં લોકોનાં ટોળાં ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ગામ લોકો દ્વારા ખેડુતને વોંકળામાંથી બહાર કાઢી માળીયાહાટીના સરકારી હોસ્પિટલમાં ખસેડાયા જ્યાં તેમને મૃત જાહેર કરતા નાના એવા જુથળ ગામે ગમગીની છવાઈ હતી.
જુનાગઢ વિસ્તારમાં મેઘ મહેર યથાવત જોવા મળી રહી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. તો બીજી તરફ કેશોદ તાલુકામાં ચાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સવારથી બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ચાડા પાંચ ઈંચ વરસાદ પડતા ચારે તરફ પાણી જ પાણી થઈ ગયા હતા.
ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. વાડી વિસ્તારોના રસ્તાઓમાં નદી જેવો માહોલ સર્જાયો છે. ભારે વરસાદને કારમે ચેકડેમ અને તળાવો છલકાઈ ગયા છે. આ ઉપરાંત ખેતરોમાં પાણી ભરાયા છે. નોંધનીય છે કે, મૌસમનો કુલ સાડા એકવીસ ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં ફરીથી જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ ઉપરાંત જૂનાગઢના માંગરોળ તાલુકાના સરસાલી ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેતરોના પાળા તૂટવાના સમાચાર મળી રહ્યા છે. પાળા તૂટવાથી સરસાલી ગામ વરસાદી પાણી ધુસ્યા છે. ખેતરનું ધોવાણ થઇ ગયું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પાળા તૂટવાથી સરસાલી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. રોડ સ્તાઓ પર ગોઠણ ડુબ પાણી વહેતા જોવા મળી રહ્યા છે. જાણે શેરીઓમાં નદીઓ બની ગામમાંથી પસાર થઈ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પાણીનો તેજ પ્રવાહ સરસાલી ગામની શેરીયોમાથી વહી રહ્યો છે. લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખળીને નુકશાની પહોંચી છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial