Gujarat Crime : સુરેન્દ્રનગરની પરણીતાના એક તરફી પ્રેમમાં પડ્યા સુરતના PI, મોર્ફ કરી બનાવ્યો અશ્લીલ વીડિયો ને પછી....
સુરેન્દ્રનગરની પરિણીતાના એકતરફી પ્રેમમાં પાગલ સુરતના પીઆઇ વિરૂદ્ધ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરની પરિણીતાના એકતરફી પ્રેમમાં પાગલ સુરતના પીઆઇ વિરૂદ્ધ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. સુરતમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા યુવકે તેમના હોદ્દાનો દુરઉપયોગ કરી પરિણીતાની કોલ ડીટેઇલ કઢાવી પરિણીતા જે વ્યક્તિઓ સાથે વાત કરતી હતી તે લોકોને ફોન તેમજ બિભત્સ મેસેજ કરી પરેશાન કરતો હોવાની પણ ફરીયાદ કરી છે.
અગાઉ અંદાજે ૬ માસ પહેલા પીઆઇ તેમના ડ્રાઇવર સાથે મહિલાના ઘરે ધસી જઇ મહિલાને લાફા ઝીંકી દીધા હોવાનો પણ ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસ ઇન્સ્પેક્ટર પરિણીતાનો મોર્ફ કરીને અશ્લીલ વીડિયો બનાવી પરિણીતાના જેઠના મોબાઇલમાં મોકલ્યો હોવાનો પણ ફરીયાદમાં આક્ષેપ છે. સુરેન્દ્રનગર બિ ડિવિઝન પોલીસ મથકે પીઆઇ તેમજ તેમના ડ્રાઇવર જતીનભાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Ahmedabad Crime : પતિની રાહ જોઈ રહેલી પરણીતને 3-3 નરાધમોએ બનાવી હવસનો શિકાર
અમદાવાદઃ પતિની રાહ જોતી પરિણીતાને બંધક બનાવી 3 નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા હતા. પરિણીતાએ પોતાના પતિને આ અંગે જાણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. જ્યાં બનાવના બે મહિના બાદ પોલીસે ગેંગ રેપની કલમો હેઠળ ગુનો નોંધી નરાધમોની ધરપકડ કરી છે. સરખેજ પોલીસે વસીમ ઉર્ફે રાજા પઠાણ, અનિશખાન પઠાણ અને ઈદ્રીશ ઘાંચીની ધરપકડ કરી છે.
આ અંગેની વધુ વિગતો એવી છે કે, બે મહિના પહેલા પરણીતા મોડી રાતે પતિની રાહ જોઈ રહી હતી. આ સમયે પરિણીતાને રિક્ષામાં ખેંચી બળજબરીપૂર્વક તેની સાથે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. 34 વર્ષીય મહિલાનો દુષ્કર્મ સમયનો વીડિયો આરોપીએ રેકોર્ડ કરી મહિલાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા હતા. સાથે જ આરોપી ફરિયાદીના પતિને ઓળખતા હોવાથી મારી નાંખવાની ધમકી આપતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
ફરિયાદ પ્રમાણે, બે મહિના પહેલા તે પતિની રાહ જોઈ રાતે અઢી વાગ્યાની આસપાસ અંબર ટાવર સામેના મેદાન પાસે ઉભી હતી. આ સમયે આરોપી વસીમ ઉર્ફે રાજા પઠાણ તેની રિક્ષામાં તેને ઉઠાવી ગયો હતો. અન્ય બે આરોપી અનિશ અને ઈદ્રીસની સાથે મળી તેની સાથે વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમજ દુષ્કર્મનો વીડિયો પણ ઉતારી લીધો હતો. આરોપીઓએ પતિને મારી નાંખવાની અને વીડિયો વાયરલ કરવાની ધમકી મળતા પરણીતાએ અત્યાર સુધી ફરિયાદ નોંધાવી ન હતી.
હવે પરણીતાએ પતિને સમગ્ર બનાવ વિશે વાતચીત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરી છે. વધુ કાર્યવાહી હાથ ધરી છે.