Patan: પાટણમાં એક આશાસ્પદ યુવાનનું મોત, ચાલુ વાહને આવ્યો હતો હાર્ટ અટેક
મહેસાણાના દૂધસાગર ડેરીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અબ્દુલ રઝાક ફરજ પર હતા.
પાટણમાં એક આશાસ્પદ યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, મહેસાણાના દૂધસાગર ડેરીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અબ્દુલ રઝાક ફરજ પર હતા. શંખેશ્વર તાલુકાનું દૂધ હારીજ પહોંચાડવા વાહન લઈને જઈ રહ્યા હતાં. ત્યારે ચાલુ વાહને જ હાર્ટ અટેક આવ્યો હતો. છાતીમાં અસહ્ય દુઃખાવો થતા તાત્કાલિક વાહન થંભાવી નીચે ઉતર્યા હતા. આ સાથે જ તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ડ્રાઈવર ઢળી પડતા તાત્કાલિક આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને શંખેશ્વર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
Lawrence bishnoi: ડ્રગ્સ કેસમાં લોરેન્સ બિશ્નોઇના જાણો કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
ભૂજ: ડ્રગ્સ કેસમાં લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. લોરેન્સ બિશ્નોઇને નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો. લોરેન્સના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લોરેન્સ બિશ્નોઇને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ડ્રગ્સ કેસમાં અન્ય મહત્વની કડીની તપાસ માટે ATSએ રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે લોરેન્સના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પટિયાલા હાઉસ કોર્ટે ATSની ટ્રાન્ઝિટ રિમાન્ડની અરજી મંજૂર કરતા ખાસ ચેતક કમાન્ડોની ટીમ લોરેન્સને ગુજરાત લાવી છે.
લોરેન્સ બિશ્નોઇને વર્ષ 2022ના ડ્રગ્સ કેસમાં પોલીસે કચ્છની નલિયા કોર્ટમાં રજૂ કર્યો હતો. નોંધનીય છે કે વર્ષ 2022માં જખૌ નજીકથી ઝડપાયેલ 200 કરોડના ડ્રગ્સ કેસ મામલે લોરેન્સનો કબ્જો લેવામાં આવ્યો હતો. ગુજરાત ATS એ કબ્જો મેળવી લોરેન્સ બિશ્નોઇને નલિયા કોર્ટમા રજૂ કર્યો હતો.
પાકિસ્તાનથી કચ્છના રસ્તે ભારતમાં લવાયેલા ડ્રગ્સ કેસમાં લોરેન્સની સંડોવણી હોવાનું સામે આવતાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા મેરાજ તેમજ અન્ય આરોપીઓએ લોરેન્સ બિશ્નોઇનું નામ આપ્યું હતું. લોરેન્સ બિશ્નોઇએ પંજાબની જેલમાંથી ડ્રગ્સ મંગાવ્યું હોવાનો આરોપ છે.
Lawrence Bishnoi on ABP News: શું પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસેથી પૈસા લે છે ગેંગસ્ટર્સ? લોરેન્સ બિશ્નોઈનો મોટો ખુલાસો
Lawrence Bishnoi on ABP News: એબીપી ન્યૂઝના સ્પેશિયલ શો 'ઓપરેશન દુર્દાન્ત'માં દેશના સૌથી મોટા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જેલની અંદરથી જ ખુલીને વાત કરી હતી. ગેંગસ્ટર બનવાથી લઈને પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા અને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ઘણા મોટા ખુલાસાઓ કર્યા હતા. જ્યારે લોરેન્સ બિશ્નોઈને પૂછવામાં આવ્યું કે શું પંજાબનું સંગીત અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી ગેંગસ્ટરો સાથે જોડાયેલી છે? તો તેણે કહ્યું કે હજી એવું નથી. જેમ બોલિવૂડમાં થાય છે, એવું અહીં નથી થતું. પરંતુ ભવિષ્યમાં થશે તો કોણ કહી શકશે