ખાખીને સલામ: ડાકોર મંદિર બહાર એક વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક, પોલીસે CPR આપી જીવ બચાવ્યો
યાત્રાધામ ડાકોર મંદિરની બહાર શહેરના એક સ્થાનિક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. આ ઘટનાને પગલે ડાકોર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને PSI દ્વારા તાત્કાલિક પીડીતને CPR આપવામાં આવ્યું હતું.
ખેડા: યાત્રાધામ ડાકોર મંદિરની બહાર શહેરના એક સ્થાનિક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. આ ઘટનાને પગલે ડાકોર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને PSI દ્વારા તાત્કાલિક પીડીતને CPR આપવામાં આવ્યું હતું. આ કારણે યુવકનો જીવ બચી ગયો છે. હેડ કોન્સ્ટેબલ અંબાલાલ ડાકોર PSI એ.એસ. ચૌધરી દ્વારા વ્યક્તિનો જીવ બચાવવાની કોશિશ કરવામાં આવી હતી. CPR આપવામાં આવતા યુવક ભાનમાં આવતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડીયો સામે આવ્યો છે. ડાકોર પોલીસની કામગીરીના લોકો વખાણ કરી રહ્યા છે અને ખાખીને સલામ કરી રહ્યા છે.
PSI અને હેડ કોન્સ્ટેબલે યુવકને CPR આપવાનું ચાલુ કર્યું
આ ઘટના જ્યારે બની ત્યારે ત્યાં સ્થળ પર હાજર PSI અને હેડ કોન્સ્ટેબલે યુવકને CPR આપવાનું ચાલુ કર્યું હતું. પ્રાથમિક રીતે CPR મળતા વ્યક્તિનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. બાદમાં આ યુવકને તાત્કાલિક વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત સ્થિર હોવાનું ડોક્ટર્સ દ્વારા જણાવાયું હતું. પરિવારને આ ઘટના અંગે જાણકારી મળતા હોસ્પિટલ દોડી આવ્યો હતો. પરિવારે પોલીસ હેડ કોન્સ્ટેબલ અને PSIનો આભાર વ્યક્ત કર્યો હતો.
હાર્ટ ફેલ્યોર
હાર્ટ ફેલ્યોર એક ક્રોનિક લાંબી બિમારી છે જેમાં હૃદય શરીરની જરૂરિયાતોને પહોંચી વળવા પૂરતું લોહી પંપ કરવામાં અસમર્થ હોય છે. આ રોગ સમય જતાં આગળ વધે છે અને હાર્ટ એટેક જેવી ઘટના સાથે અચાનક દેખાય છે. હાર્ટ ફેલ્યોરનું કારણ હાઇ બ્લડ પ્રેશર, કોરોનરી , આર્ટરી રોગ અને ડાયાબિટીસ છે.
કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય અચાનક કામ કરવાનું બંધ કરી દે છે. આ સ્થિતિમાં, હૃદયના ધબકારા અચાનક બંધ થઈ જાય છે, અને શરીરના મહત્વપૂર્ણ અવયવોમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો પરિણામ ઘાતક હોઈ શકે છે. કાર્ડિયાક અરેસ્ટમાં વ્યક્તિ બેભાન થઈ શકે છે અને સામાન્ય રીતે શ્વાસ લેવાનું બંધ કરી દે છે. જો તરત જ સારવાર ન કરવામાં આવે તો ઓક્સિજનની ઉણપ મગજને ડેમેજ કરે છે અને મિનિટોમાં જ દર્દીનું મૃત્યુ થાય છે.
કાર્ડિયક અરેસ્ટના લક્ષણો
- અચાનક બેહોશ થવું
- પલ્સ અથવા શ્વાસ બંધ થવા
- પ્રતિક્રિયા બંધ થવી
- ઓક્સિજનની કમીના કારણે ત્વચા ફિક્કી પડી જવી
- શરીરના અંગો પરથી નિયંત્રણ ગુમાવી દેવું
હાર્ટ ફેલ્યોરના લક્ષણો
- હાંફ ચઢવી
- ભૂખ ન લાગવી
- વોમિટિંગ ફિલિગ થવી
- ઝડપી અથવા અનિયમિત ધબકારા
- સતત ઉધરસ અથવા ગભરામણ થવી
- કસરત કરવાની ક્ષમતામાં ઘટાડો
- સોજો અને શરીરમાં પાણી જમા થઇ જવું
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial