Gujarat Election 2022: રાજુ સોલંકીને આમ આદમી પાર્ટીએ સોંપી મહત્વની જવાબદારી, જાણો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવવા તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવવા તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આમ આદમી પાર્ટીએ રાજુ સોલંકીને આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી બનાવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીને લઈ અનેક નવા સમીકરણો તૈયાર થઈ રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ ઓબીસી કાર્ડ રમ્યું છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીમાં સામેલ થનાર કોળી સમાજના દિગ્ગજ નેતા રાજુ સોલંકીને ઇન્દ્રનીલ રાજ્યગુરુનું સ્થાન આપવામાં આવ્યું છે. રાજૂ સોલંકીને આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.
ANNOUNCEMENT 📢
Shri Raju Solanki has been appointed as the party's National Joint Secretary.
Best wishes for the new role💐 pic.twitter.com/Zsmjyh08cE— AAP (@AamAadmiParty) November 12, 2022
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 1 ડિસેમ્બરના રોજ અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. રાજ્યમાં 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
અમરેલી ભાજપના ઉમેદવાર સામે અસંતોષ
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા અત્યાર સુધીનાં 166 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા અમરેલીની સાવરકુંડલા બેઠક પરથી મહેશ કસવાલાને ટિકિટ આપવામાં આવી છે. મહેશ કસવાલનું નામ જાહેર થયા બાદથી સાવરકુંડલા ભાજપના વિધાનસભાના ઉમેદવાર સામે દાવેદારો અને કાર્યકરોનો કચવાટ છે. જેને લઈ પૂર્વ કૃષિ મંત્રી વી વી વઘાસીયાના કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં દાવેદારો કે કાર્યકરોને વિશ્વાસમાં લીધા વગર જ સાવરકુંડલા ના ઉમેદવાર જાહેર કર્યા હોવાની ચર્ચા થઈ હતી. મહેશ કસવાલા સામે કાર્યકરો અને દાવેદારએ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો.
ભાજપનું રેપ સોંગ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે પક્ષો-ઉમેદવારો દ્વારા સતત નવા ગતકડાં કરવામાં આવી રહ્યા છે. ભાજપના સાંસદ-અભિનેતા રવિ કિશને ગુજરાત ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે ગુજરાતી-ભોજપુરી મિશ્રિત રેપ સોંગ તૈયાર કર્યું છે અને જેને ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. આ રેપ સોંગના માધ્યમથી વિપક્ષના નેતાઓના એ સવાલોના ઉત્તર આપવામાં આવ્યા છે, જેઓ 'ગુજરાતમાં શું છે?' તેમ કહીને ભાજપને ઘેરતા રહ્યા છે. 'ગુજરાત મેં કા બા (ગુજરાતમાં શું છે?)...ગુજરાતમાં મોદી છે...' તે આ રેપ સોંગના શબ્દો છે. આ ગીતમાં નરેદ્ર મોદીની પ્રમાણિક્તા, ભ્રષ્ટાચાર-પરિવારવાદ સામે તેમની નીતિ, ગુજરાતનો વિકાસ, ગાંધી-સરદારની ધરોહર, સોમનાથ-દ્વારકાનો પણ ઉલ્લેખ છે. આ ગીતને આગામી ટૂંક સમયમાં યુ ટયુબ પર લોન્ચ કરાશે. આ ઉપરાંત ચૂંટણી સભાઓ દરમિયાન પણ તેનો ઉપયોગ કરવામાં આવશે. રવિ કિશને અગાઉ ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી વખતે ભોજપુરી રેપ સોંગ 'યુપી મેં સબ બા' બનાવ્યું હતું.