કમલમ પર તોફાનના કેસમાં AAPના 70 નેતાઓને ક્યારે કોર્ટમાં રજૂ કરાશે ? જાણો મોટા સમાચાર ?
આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા , પ્રવિણ રામ સહિતના નેતાઓએ સામે આ ફરિયાદ કરાઈ છે.
અમદાવાદઃ ગાંધીનગરના કોબા ખાતે આવેલા ભાજપના રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યાલય કમલમ સામે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ભાજપની મહિલા કાર્યકરો સાથે શારિરીક છેડતી કરીને માર માર્યાની તેમજ રાયોટીંગ કર્યાની ફરિયાદ ઇન્ફોસીટી પોલીસ ખાતે નોંધવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા , પ્રવિણ રામ સહિતના નેતાઓએ સામે આ ફરિયાદ કરાઈ છે. આ અંગે પોલીસે ઇસુદાન ગઢવી સહિત 70 લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે, આમ આદમી પાર્ટીના 500થી વધુ કાર્યકરોને કમલમ ખાતે બોલાવીને તોડફોડ કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા.
ગાંધીનગર જિલ્લાના એસપી મયુર ચાવડા પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કમલમ ખાતે જે બનાવ બન્યો છે તેમાં આમ આદમી પાર્ટીના ઘણા લોકો ને ડિટેન કર્યા છે અને 500 લોકોના ટોળા સામે FRI નોંધાઈ છે. આ તમામ સામે રાયોટિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને તેમને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ બનાવ અંગે ગાંધીનગરના ડીવાયએસપી એમ. કે. રાણાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસ મથકે આમ આદમી પાર્ટીના નેતાઓ સહિત 500ના ટોળા સામે રાયોટીંગ, હુલ્લડ મચાવવુ, છેડતી કરવી, ગેરકાયદેસર પ્રવેશ કરવો, સંપતિને નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરોને કોર્ટમાં રજૂ કરાય ત્યારે ફરીથી અશાંતિ ઉભી ના થાય અને અને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ગાંધીનગરમાં લોંખડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ધરપકડ કરાયેલા 70 જેટલા આપ ના નેતાઓ અને કાર્યકરોને આવતી કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો બીજી તરફ ફરીથી રાજકીય માહોલમાં ગરમાવો ન આવે અને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ગાંધીનગરમાં લોંખડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવનારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી હેડકલાર્ક માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યું એ મુદ્દે વિરોધ કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપના કાર્યાલય પર ગયા ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તોફાન કર્યું હોવાના આક્ષેપો થયા છે.
આ પણ વાંચો........
ગુજરાતની સ્કૂલોમાં કોરોનાએ મચાવ્યો કહેરઃ હવે સુરતની સ્કૂલમાં 3 વિદ્યાર્થી આવ્યા સંક્રમિત