શોધખોળ કરો

ABP-CVoter Exit Polll: દક્ષિણ ગુજરાતમાં કઈ પાર્ટીને લાગશે ઝટકો, જાણો એક્ઝિટ પોલના આંકડા

ABP-CVoter Exit Poll: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોની જીત થશે તેને લઈને સૌના મનમાં સવાલો ઉભા થઈ રહ્યા છે. એબીપી સી વોટર એક્ઝિટ પોલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

ABP-CVoter Exit Poll: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોની જીત થશે તેને લઈને સૌના મનમાં સવાલો ઉભા થઈ રહ્યા છે. એબીપી સી વોટર એક્ઝિટ પોલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જો કે, પહેલા તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ ઓછું મતદાન થયું હતું. આ વખતે દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ એડીચોટીનું જોર લગાવ્યું હતું.

એબીપી સી વોટર એક્ઝિટ પોલમાં સામે આવેલા આંકડા અનુસાર ùદક્ષિણ ગુજરાતની 35 પૈકી ભાજપને  26 બેઠક મળવાનું અનુમાન. જ્યારે કોંગ્રેસને 35માંથી 6 સીટો મળે તેવા એંધાણ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને બે સીટો અને અન્યના ફાળે 1 સીટ જશે. 

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ગુજરાત વિધાસનભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનનો સમય પૂર્ણ થઈ ગયો છે, સરારેશ 60 ટકા મતદાન થયો હોવાનો અંદાજ છે. મતદાન મથકોની અંદર રહેલા મતદારોને મતદાન કરવા દેવામાં આવશે.

 ગુજરાત ચૂંટણીમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન સોમવારે (5 ડિસેમ્બર) પૂર્ણ થયું છે. રાજ્યમાં પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન થયું હતું. હિમાચલમાં પણ 12મી નવેમ્બરે મતદાન થયું છે. abp સમાચાર આજે આ બંને રાજ્યોના એક્ઝિટ પોલ બતાવવા જઈ રહ્યા છે. એબીપી ન્યૂઝ એક જવાબદાર ચેનલ છે, તેથી અમે ચૂંટણી પંચની માર્ગદર્શિકાને અનુસરીને, સાંજે 6.30 વાગ્યા પછી જ પ્રથમ એક્ઝિટ પોલ ડેટા બતાવીશું.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં કુલ 63 ટકા મતદાન થયું હતું. બીજા તબક્કામાં 5  વાગ્યા સુધી સરેરાશ 62 ટકા મતદાન થયું છે. હિમાચલ પ્રદેશમાં માત્ર એક જ તબક્કામાં મતદાન થયું હતું. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન દરમિયાન 75 ટકાથી વધુ મતદાન થયું હતું. બંને રાજ્યોના ચૂંટણી પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થશે.

ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. 2017ની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182માંથી 99 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી. ગુજરાતમાં અવારનવાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હરીફાઈ જોવા મળી છે, પરંતુ આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પણ પ્રયાસ કર્યો છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ઘણી રેલીઓ યોજી હતી અને લોકોને મફત વીજળી, મફત શિક્ષણ જેવા ઘણા વચનો આપ્યા હતા.

હિમાચલ પ્રદેશની વાત કરીએ તો ત્યાં પણ હાલમાં ભાજપની સરકાર છે. રાજ્યમાં દર પાંચ વર્ષે સરકાર બદલવાનો રિવાજ રહ્યો છે. હિમાચલ વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં ભાજપે 68માંથી 44 બેઠકો જીતીને બહુમતી સાથે સરકાર બનાવી હતી. કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. ગુજરાતની જેમ હિમાચલમાં પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. 

ટોપ સ્ટોરી

થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget