Amreli: બાબરાના ધરાઈ ગામના ઉપસરપંચને લાંચ લેતા બોટાદ ACBએ ઝડપ્યો
બોટાદ એસીબીએ આરોપી ઉપસરપંચ પરેશ ઈશ્વરભાઈ કાપડિયા ઉપસરપંચની ધરપકડ કરી હતી.
અમરેલીઃ બાબરાના ધરાઈ ગામમાં ફરિયાદીને ટાવર નાખવા માટે ઉપસરપંચ દ્વારા લાંચ માંગવામાં આવી હતી. ટાવર સામે ગ્રામ પંચાયત કાર્યવાહી નહીં કરવાની શરતે 3 લાખની ઉપસરપંચ દ્વારા લાંચ માંગવામાં આવી હતી. બોટાદ ACB દ્વારા રૂપિયા 1,20,000 ની લાંચ લેતા રંગે હાથે તેને ઝડપી લેવાયો હતો. બોટાદ એસીબીએ આરોપી ઉપસરપંચ પરેશ ઈશ્વરભાઈ કાપડિયા ઉપસરપંચની ધરપકડ કરી હતી.
આ કામના ફરીયાદી ધરાઇ ગામે આવેલી જમીનમા ઈન્ડુસ કંપનીનો ટાવર ઉભો કર્યો હતો. ટાવરનુ ભાડું ફરીયાદીના ખાતામાં જમા થતું હતું. ઈન્ડુસ કંપની ટાવરની જગ્યા ગેરકાયદેસર હોવાની ગ્રામ પંચાયત કચેરી ધરાઇ દ્વારા નોટિસ આપતાં ઈન્ડુસ કંપનીએ ફરિયાદીને ભાડુ બંધ કરવા પત્ર પાઠવ્યો હતો. જેથી ફરીયાદીએ આરોપીને રૂબરુ મળી ટાવર બાબતે ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી નહી કરવા વિનંતી કરી હતી. જેથી આરોપીએ રૂ .૩,૦૦,૦૦૦ ની માંગણી કરી હતી. રકઝકના અંતે રૂ. 1,20,૦૦૦- લેવા સહમત થતા ફરીયાદીએ ટોલ ફ્રી-૧૦૬૪માં ફરીયાદ કરી હતી. જે બાદ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું અને લાંચની રકમ સ્વીકારતા પકડાઈ ગયા હતા. આરોપીને એ.સી.બી.એ ડીટેઈન કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી.
આ પહેલા આજે એસીબીએ ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનમાં ડીસ્ટાફ એએસઆઈ મુકેશસિંહ અણદુસિંહને લાંચ લેતા ઝડપી લીધા હતા. તેમની પાસેથી લાંચની 60 હજારની રકમ મળી આવી હતી.કામના ફરિયાદીના કાકા ઉપર માણસા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીશનનો ગુનો દાખલ થયો હતો. જેને ગુનાના કામે હાજર કરી, માર ન મારવા અને જામીન ઉપર છોડવાના અવેજ પેટે આ કામના આરોપીએ રૂ.૬૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કર્યોહતો. જેથી આજરોજ લાંચના છટકા દરમ્યાન ફરિયાદી સાથે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂ.૬૦,૦૦૦/- સ્વીકારી, પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત ગુનો કરેલ છે. ઉપરોકત આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ પણ વાંચોઃ
Sarkari Naukri: એન્જિનિયરિંગ કર્યુ છે આ ભરતી માટે કરો અરજી, અંતિમ તારીખ છે નજીકમાં