શોધખોળ કરો

ACB Trap: નર્મદા જિલ્લામાં એસીબીએ 24 કલાકમાં નોંધ્યો બીજો કેસ, રોયલ્ટી ઈન્સ્પેક્ટર અને હોટલ મેનેજર ઝડપાયા

ACB: નર્મદા ખાણ ખનીજના અધિકારીએ રોયલ્ટી વગરની ગાડીઓ જવા દેવા બાબતે 1 લાખ લાંચની માંગ કરી હતી. જેમાં 60,000 સ્વીકારતા રંગે હાથે નર્મદા એસીબીએ ઝડપી પાડ્યા હતા

ACB News: લાંચિયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે, તેમ છતાં ઘણા બાબુઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા છે. નર્મદા જિલ્લામાં એસીબીએ 24 કલાકમાં બીજો કેસ નોંધ્યો છે.
ખાણ ખનીજ ખાતાના વર્ગ 3ના રોયલ્ટી ઇન્સ્પેક્ટર દીપકકુમાર સોહનલાલ સાંવરિયા અને લાંચ સ્વીકારનાર વી આર હોટેલના મેનેજર કામિયાબઅલી માસુમઅલી સેલિયા 60,000 ની લાંચ લેતા ઝડપાયા હતા.

નર્મદા ખાણ ખનીજના અધિકારીએ રોયલ્ટી વગરની ગાડીઓ જવા દેવા બાબતે 1 લાખ લાંચની માંગ કરી હતી. જેમાં 60,000 સ્વીકારતા રંગે હાથે નર્મદા એસીબીએ ઝડપી પાડ્યા હતા. ટ્રકને ખનીજ ગોડાઉનમાં નહીં મુકવા માટે લાંચની માંગણી કરી હતી. પેહલા 60,000 હજાર અને પંદર દિવસ પછી 40,000 ની માંગણી કરી હતી. જે પૈકી પહેલો હપ્તો 60,000 લેવા જતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

ફરીયાદી :- એક જાગૃત નાગરીક.

આરોપી નં.:- (૧) દીપકકુમાર સોહનલાલ સાંવરિયા, રોયલ્ટી ઈન્સ્પેકટર, વર્ગ-૩ (કરાર આધારીત) ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતુ, કલેકટર કચેરી, રાજપીપલા નર્મદા રહે.બી-૧૪ પ્રશાંત પ્લાઝા આનંદપુરા સરકારી પ્રેસ, વડોદરા ૩૯૦૦૦૧
આરોપી નં.:- (૨) કામીયાબઅલી માસુમઅલી સેલીયા, (પ્રજાજન) વી.આર.હોટલ મેનેજર હાલ
રહે.વી.આર. હોટલ વાવડી ગામ હાઈવે તા.નાંદોદ જી.નર્મદા મુળ રહે.વાઘરોલ
તા.સિધ્ધપુર જી.પાટણ

લાંચની માંગણીની રકમ :- રૂા.૬૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલી રકમ :- રૂા.૬૦,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ :- રૂા.૬૦,૦૦૦/-

ગુનાની તારીખ :- તા.૨૬/૦૪/ર૦ર૪
 
આ કામના ફરીયાદી પોતાની ટાટા ટ્રકમાં પોઈચા નર્મદા કાંઠેથી રેતી ભરી રાજપીપલા ખાતે ઓર્ડર મુજબ રેતીનો ધંધો કરતા હતા. રોયલ્ટી  ઈન્સ્પેકટર દીપકકુમાર સોહનલાલ સાંવરિયાએ ખાણ ખનીજ વિભાગ નર્મદાના ઓના જીઓ માઈન એપ્લીકેશન આધારે ફરીયાદીની ટાટા ટ્રકના નંબર શોધી ફરીયાદીને વોટસએપ ઓડીયો કોલીંગ કરી જણાવેલ કે રોયલ્ટી વગરની ગાડી જવા દીધેલ જે ટ્રકને મે ખનીજના ગોડાઉનમાં મુકીશ તો તને અઢી થી પોણા ત્રણ લાખના દંડ આવશે, જેથી તારે દંડ ભરવો છે ? કે મને રૂ।.૧,૦૦,૦૦૦- આપવા છે ? તેમ જણાવી તેવી વાત ફરીયાદીને રૂબરૂમાં કરતા ફરીયાદીએ જણાવેલ કે અત્યારે મારી પાસે પૈસાની સગવડ નથી પણ મે તમને રૂ।.૬૦,૦૦૦/- ગમે તેમ કરી આપીશ, અને બીજા રૂ।.૪૦,૦૦૦/- પંદર દિવસ પછી કરી આપીશ તેવી વાત કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.માં ફરીયાદ આપતા જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. રોયલ્ટી ઈન્સ્પેક્ટર વાવડી ગામ હાઈવે ઉપર આવેલ વી.આર. હોટલમાં આપી દેવા જણાવતા હોટલ મેનેજર કામીયાબઅલી સેલીયાએ દીપરકુમાર સાંવરીયાના કહેવાથી લાંચની રકમ રૂ।.૬૦,૦૦૦- સ્વીકારતા એકબીજાની મદદગારી કરી સ્થળ ઉપરથી પકડાયા હતા.

ટ્રેપીંગ અધિકારી :-
 ડી.ડી.વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર.
નર્મદા એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ.

સુપરવીઝન અધિકારી :-
 પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક,
એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો
શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
Honda Activa કે TVS Jupiter,કિંમત,માઇલેજ અને ફીચર્સની દ્રષ્ટિએ કયું સ્કૂટર છે બેસ્ટ?
Honda Activa કે TVS Jupiter,કિંમત,માઇલેજ અને ફીચર્સની દ્રષ્ટિએ કયું સ્કૂટર છે બેસ્ટ?
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
Embed widget