શોધખોળ કરો

Breaking News: બનાસકાંઠામાં બાઈક અને કાર વચ્ચે અકસ્માત, એક બાળકી સહિત 4 લોકોના મોત

Breaking News:  બનાસકાંઠાના દાંતીવાડાના વાઘરોલ ચાર રસ્તા ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.

Breaking News:  બનાસકાંઠાના દાંતીવાડાના વાઘરોલ ચાર રસ્તા ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. આ અકસ્માત અંગે સામે આવેલી વિગતો અનુસાર બાઈક સવાર ત્રણ યુવકોના મોત નિપજ્યા છે જ્યારે કારમાં આગળની સીટમાં બેઠેલી બાળકીનું મોત થયું છે. મૃતદેહને દાંતીવાડા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતને પગલે દાંતીવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

વિવાદાસ્પદ ભાષણ મામલે વિરમગામના MLA હાર્દિક પટેલ નિર્દોષ જાહેર

જામનગરઃ વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.  સભામાં વિવાદાસ્પદ ભાષણ આપવા અંગેના કેસમાં હાર્દિક પર ગુનો નોંધવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, જામનગરના ધુતારપુરમાં ચાર નવેમ્બર, 2017માં નોંધાયેલી ફરિયાદમાં હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ધુતારપુર સભામા વિવાદાસ્પદ ભાષણ મુદ્દે હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ નોંધવામા આવ્યો હતો.

4 નવેમ્બર 2017માં તત્કાલિન પાસ કન્વિનર હાર્દિક પટેલ અને કન્વિનર અંકિત ઘાડિયાએ જામનગરના ધુતારપુર-ધૂળશિયા ગામે દયાળજી ભીમાણીની વાડીમાં એક સભાનું આયોજન કર્યું હતું.  આ સભામાં હાર્દિક પટેલે વિવાદીત નિવેદન કર્યું હતું. ત્યારબાદ જામનગરના પંચકોશી એ ડિવીઝન પોલીસમાં હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.  આ કેસ જામનગરની એડીશનલ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા કોર્ટે હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયાને નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો છે.

સુરતના પલસાણામાં ટેમ્પોએ બાઇકને અડફેટે લેતા, યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ

સુરતના પલસાણામાં  બાઇક અને ટેમ્પોના અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. ઘાયલ અવસ્થામાં યુવકને હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામા આવ્યાં હતા અહીં સારવાર દરમિયાન યુવકનું મૃત્યું થયું હતું. અમદાવાદ, વડોદરા સહિત આજે  સુરતમાં રોડ અકસ્માતના કારણે એક વ્યક્તિનો જીવ ગયા છે. વાંકાનેર ગામ પાસે ટેમ્પોએ બાઈકને અડફેટે લીધો હતો, જેના પગલે બાઇક સવાર યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને તાબડતોબ હોસ્પિટવમાં સારવાર માટે લઇ જવાયો હતો જો કે બદનસીબે તેની જિંદગી ન બચાવી શકાય. આ યુવકનુ આજે સવારે જ સારવાર દરમિયાન નિધન થયું છે.

લીંબડી ધંધુકા રોડ પર પૂરપાટ ઝડપે આવતી કારે સર્જયો અકસ્માત

સુરેન્દ્રનગર: લીંબડી ધંધુકા રોડ પર  આજે સવારે અકસ્માતની ઘટના બની હતી. જેમાં કારમાં સવાર  એક વ્યક્તિનુ મોત નિપજ્યું છે જ્યારે 3 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. સુરેન્દ્રનગર નજીક લીંબડી ધંધુકા રોડ પર  આજે સવારે કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગૂમવાતા અકસ્માત સર્જાયો હતો. બોરણા‌‌ ગામના પાટિયા પાસે આ ધટના બની હતી. અહીં પુરપાટ ઝડપે જઈ રહેલ કારના ચાલકે સ્ટીયરિંગ  પરનો કાબૂ ગુમાવતા અકસમાત  સર્જાયો હતો. કારમાં સવાર  1 વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય ૩ વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા હતા. અકસ્માત બાદ કાર રોડની સાઈડમાં પલટી મારી જતા કારને મોટા પાયે  નુકસાન થયું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget