(Source: ECI/ABP News/ABP Majha)
Mahisagar : બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, તલાટીની પરીક્ષા આપી બાઈક ઉપર પરત ઘરે જતા પરીક્ષાર્થીનું મોત
રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ અનેક જગ્યાઓ પરથી અકસ્માતની ઘટનાઓ સતત સામે આવતી રહે છે.
બાલાસિનોર : રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ અનેક જગ્યાઓ પરથી અકસ્માતની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. બાલાસિનોરના ગધાવાળા ગામ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતની ઘટનામાં લુણાવાડાથી તલાટીની પરીક્ષા આપી બાઈક ઉપર ઘરે પરત જઈ રહેલ પરીક્ષાર્થીનું મોત થયું છે. જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત થયો છે. બાઈક અને કાર વચ્ચે સર્જાયો હતો ગમખ્વાર અકસ્માત. બાઈક પર સવાર પરીક્ષાર્થીનું મોત થયું છે. અન્ય એક ઇજાગ્રસ્ત થયો છે. કારમાં સવાર લોકોને પણ ઇજાઓ પહોંચી છે. પરીક્ષા આપી ઘર તરફ પરત ફરી રહેલ પરીક્ષાર્થીનું કમ કમાટી ભર્યું મોત થયું છે. રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા હતી. રાજ્યમાં 8 લાખથી વધુ વિદ્યાર્થીઓએ તલાટીની પરીક્ષા આપી હતી.
Talati Exam 2023: રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થતા હસમુખ પટેલે જાણો કોનો-કોનો માન્યો આભાર ?
રાજ્યમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ગઈ છે. આજે રાજ્યના 2697 કેન્દ્રો પર તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવી હતી. ખાસ વાત છે કે રાજ્યમાં પાંચ વર્ષ બાદ 3400થી વધુ જગ્યાઓ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષામાં અંદાજે 8.50 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થતા હસમુખ પટેલે સરકારી સંસ્થાઓ પોલીસ અધિકારીઓ રેલવે વિભાગ, એસટી વિભાગ સહિત તમામ લોકોનો આભાર માન્યો છે.
હસમુખ પટેલે કહ્યું કે, પરીક્ષાખંડમા પહોંચતા પહેલા સૌ પ્રથમ વિધાર્થીઓને ચેક કરવામા આવ્યા હતા. કોઈ પણ સ્થળે ગેરરીતી સામે આવી નથી. એસટી બસે પણ બસો મુકી તે સારી વાત છે. સ્વૈચ્છિ સંસ્થાઓએ સારી કામગીરી કરી છે.
પોલીસ વિભાગે પણ ખૂબ જ સરસ કામગીરી કરી છે. ગામડાઓમા લોકો ઉમેદવારોની વ્હારે આવ્યા છે. પ્રાંતથી લઈ ડીવાયએસપી સુધીના અધિકારી કામગીરીમાં હતા. ગુજરાતની પ્રજાએ પરીક્ષાને પસંગ્રમા બદલી નાખી. અમદાવાદના રીક્ષા ચાલકોનો પણ આભાર. એસટીની સ્પેશિયલ બસોમા 60 ટકા બુકિંગ થયું હતું. જિલ્લા વહીવટી તંત્રનો આભાર. ગાંધીનગરના છાત્રાલમા ટ્રાફિક જામ થયો હતો.
મીડિયાએ પણ સમાજ માટેની પ્રતિબધ્ધતા બતાવી. પંચાયત વિભાગે પણ ખૂબ સારી મદદ કરી હતી. શનિવારે તાલીમ રાખી હતી તેમા પણ બધા મુ્દ્દાઓ ધ્યાને લીધા છે. પંચાયત પંસદગી બોર્ડના બધા સભ્યો હાજર છે. અમારા તમામ સભ્યોએ એક જ દિશામા વિચાર્યું છે.