શોધખોળ કરો

Bharuch: જંબુસર એસટી ડેપોમાં વૃદ્ધ પર એસટી ફરી વળી, ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત

ભરૂચના જંબુસર એસટી ડેપોમાં બસના પૈડા ફરી વળવાનો સિલસિલો યથાવત છે. આજે એક વૃદ્ધ પર એસટી બસના પૈડા ફરી વળતા ઘટના સ્થળે જ મોત થયું હતું.

Bharuch: ભરૂચના જંબુસર એસટી ડેપોમાં બસના પૈડા ફરી વળવાનો સિલસિલો યથાવત છે. આજે એક વૃદ્ધ પર એસટી બસના પૈડા ફરી વળતા ઘટના સ્થળે જ મોત થયું હતું. અગાઉ પણ એક વિદ્યાર્થીના પગ પણ એસટી બસના પૈડા ફરી વળ્યા હતા. આજની ઘટનામાં સરફુદ્દીન મયુદ્દીન મલેકનું મોત થયું છે.

ભાભી બોલાવે છે તેમ કહી સગીરાને બોલાવી દુષ્કર્મ આચર્યું

ડભોઇ તાલુકામાં રહેતી સગીર વયની એક યુવતીને તારી ભાભી બોલાવે છે તેમ કહી કુંઢેલા ગામની સીમમાં મિમસીટી ખાતે રહેતો નવાબ સિકંદર મુલતાની નવા બનતા મકાનમાં લઈ ગયો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચાર્યું હતું. નવાબ મુલતાનીએ બાદમાં સગીરાને જો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. આ અંગે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

: હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે. જે મુજબ આગામી દિવસમાં ગરમીના પારામાં વધારો થશે. 4 દિવસ સૂકું વાતાવરણ રહેશે. હાલ વરસાદની કોઈ આગાહી નથી, 2 થી 4 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. કચ્છમાં કેટલાક સ્થળે હિટવેવની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 37 ડિગ્રી જશે ત્યારે હિટવેવ થશે, ભુજમાં 39 ડિગ્રી થી 40 ડિગ્રી તાપમાન પહોંચશે. અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13 માર્ચે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે છે. બનાસકાંઠા સાબરકાંઠામાં પણ વરસાદ પડી શકે છે, માવઠાને લઈ ખેડૂતો માટે એડવાઇઝરી જાહેર થશે. ખેડૂતે પાણી પીવડાવવું અને અન્ય ખેતી લક્ષી બાબતે ધ્યાન રાખવું. માર્ચમાં વરસાદ નથી હોતો પરંતુ એપ્રિલમાં રહે છે,  હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ નોંધાઇ રહ્યો છે.

માર્ચ એન્ડ સુધી ડબલ સિઝન ?

13 માર્ચથી કેટલાક દિવસ ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ રહેશે. ગુજરાતમાં વરસાદના કારણે તાપમાન ઘટશે, જેથી રાત્રે ઠંડી અને બપોરે ગરમી રહેશે. માર્ચ એન્ડ સુધી ડબલ સિઝન રહી શકે છે. ડબલ સીઝનમાં મચ્છરોનો ઉપદ્રવ રહી શકે છે.

હોળીના દિવસે જ પડ્યો વરસાદ, કેવું રહેશે ચોમાસું ?

હોળીના દિવસે જ વરસાદ પડયો હોય તેવું 100 કરતાં વધુ વર્ષ બાદ પ્રથમ વાર બન્યું હોવાનું મનાય છે. હોળીના દિવસે જ વરસાદ પડતાં આ વખતે ચોમાસું અણધાર્યું રહેશે તેવી જ્યોતિષીઓ દ્વારા આગાહી કરવામાં આવી છે. શાસ્ત્રવિદોના મતે એવો કઈ સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી કે હોળીના દિવસે વરસાદ આવે તો કંઈ મોટું ભયંકર અશુભ થાય. પરંતુ હોળી  પ્રાગટયના તહેવારમાં હોળીની પ્રદક્ષિણા કરી વર્ષ સુધી નિરોગી રહેવા માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવામાં આવે છે.  તેમાં કંઈક વિક્ષેપ પડયો  હોય તેવું જરૃર માની શકાય. પરંતુ કંઈ મોટું અશુભ થાય તેવું માની કોઈ અંધશ્રદ્ધામાં માનવું નહીં. જ્યોતિષીના જણાવ્યા મુજબ, 'હોળીની જ્વાળા વાયવ્ય દિશાની હોવાથી આ વર્ષે વરસાદની સિઝન શરૃ થતા પહેલા જ વાવાઝોડાના, ચોમાસાની શરૃઆત વહેલી થઇ જવાના સંકેતો આપે છે. એકંદરે ચોમાસા દરમિયાન વરસાદ પુરો થશે. પરંતુ વચ્ચે વચ્ચે રોકાઈ જશે ક્યારેક ગાજવીજ સાથે ભારે વવરસાદ આવશે. નાના-મોટા સાયકલોનો તોફાનો આવી શકે છે. '

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Embed widget