શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાત પર વાવાઝોડાનો ખતરો! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ 

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગ રૂપે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં  સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ અને સૌરાષ્ટ્રમા સર્જાયેલા સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગ રૂપે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં  સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ અને સૌરાષ્ટ્રમા સર્જાયેલા સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે. એક તરફ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે ગરમી પડી રહી છે, તો બીજી તરફ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.  અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાની માહિતી સામે આવી રહી છે. આ વાવાઝોડું ગુજરાત તરફ આવશે તેમ માનવામાં આવે છે.

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાઇ શકે

હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઇ શકે છે. જેના કારણે વાવઝોડાની શક્યતા સેવાઇ રહી છે. જો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે પરંતુ જો અન્ય જગ્યા ફંટાઇ જાય તો  પણ  22 મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે.

આજે પણ દક્ષિણ ગુજરાતના નર્મદા, વલસાડ, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આ સાથે જ ગઈકાલે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં (2 ઈંચ) વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત તાપીના નિઝરમાં 20 મીમી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે રાજકોટ, બોટાદ, અરવલ્લી, સાબરકાંઠા, ભાવનગર અને મહિસાગરમાં પણ વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે                    

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આંદામાન અને નિકોબાર ટાપુઓ સુધી પહોંચી ગયું છે, જે આગામી 10 દિવસમાં કેરળ કિનારે પહોંચશે. સામાન્ય રીતે ચોમાસુ 1 જૂનની આસપાસ કેરળના દરિયાકાંઠે પહોંચે છે, પરંતુ આ વખતે ચોમાસુ ચાર દિવસ વહેલું કેરળ પહોંચવાની ધારણા છે. તેવી જ રીતે, સામાન્ય રીતે ચોમાસુ ગુજરાતમાં 15 જૂનની આસપાસ આવે છે, પરંતુ જો ચોમાસુ આ ગતિએ ચાલુ રહેશે તો તે વહેલું દસ્તક દેશે. ગુજરાતમાં 22 મેથી વરસાદ શરૂ થઇ શકે છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણપશ્ચિમ ચોમાસું 27 મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા છે, જે સામાન્ય રીતે 1 જૂનના રોજ આવે છે. હવામાન વિભાગે આશા વ્યક્ત કરી છે કે જો આ સ્થિતિ યથાવત રહેશે તો આ વર્ષે ચોમાસુ સમય પહેલા આવી શકે છે.        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget