શોધખોળ કરો

Gujarat Rain Forecast: રાજ્યના આ 12 જિલ્લામાં વરસશે અનરાધાર મેઘરાજા, ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: વરસાદી સિસ્ટમ રાજ્ય તરફ એક્ટિવ થતાં 2 દિવસ સાર્વત્રિક વરસાદ (rain)નું હવામાન વિભાગનું અનુમાન છે.

Gujarat Rain Forecast:મધ્ય પ્રદેશ તરફ સર્જાયેલી વરસાદી સિસ્ટમન ધીરે ધીરે રાજ્ય પર આવતા ફરી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે (Meteorological Department) આગામી 2 દિવસ સાર્વત્રિક મધ્યમથી હળવા વરસાદનું  (rain)અનુમાન વ્યક્ત કર્યું છે. આજે રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની (heavy rain) હવામાન વિભાગે   (Meteorological Department) આગાહી જાહેર કરી છે.  સૌરાષ્ટ્રના છ, તો મધ્ય અને દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે.  તો 16 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો હવામાન વિભાગની  (Meteorological Department) આગાહી મુજબ  મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં આજે  ભારેથી અતિભારે વરસાદની (heavy rain)આગાહી છે.  તો દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુરમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  તો ખેડા, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે.  દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ અને નર્મદાના છુટાછવાયા સ્થળોએ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો તાપી, ડાંગ,નવસારી, અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે  આજે ભારે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ  જાહેર કર્યું છે.  તો અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં પણ છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.રાજ્યમાં  ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 55.04 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. સૌથી વધુ કચ્છમાં 75.69 ટકા, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 73.68 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 66.71 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. . તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 34.68 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ફક્ત 29.69 ટકા વરસાદ  વરસ્યો છે.

ધોધમાર વરસાદને પગલે રાજ્યના 20 તાલુકામાં અત્યાર સુધીમાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. દ્વારકામાં સૌથી વધુ 237.66 ટકા, તો માણાવદર અને પોરબંદરમાં અત્યાર સુધીમાં 150 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.  11 તાલુકામાં ચોમાસાની સિઝનનો હજુ સુધી ફક્ત 20 ટકાથી પણ ઓછો વરસાદ વરસ્યો છે. કાંકરેજમાં ફક્ત 3.84 ઈંચ, તો બાયડ ડિસા, ધનસુરા,બાલાસિનોર,કલોલ, ઊંઝામાં 18 ટકાથી પણ ઓછો વરસાદ  વરસ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Diwali Celebrations 2024: ભારતમાં જ નહીં, અમેરિકા-ઓસ્ટ્રેલિયા-બ્રિટેન સહિત અનેક દેશોમાં દિવાળી ધામધૂમથી ઉજવાઈ
Diwali Celebrations 2024: ભારતમાં જ નહીં, અમેરિકા-ઓસ્ટ્રેલિયા-બ્રિટેન સહિત અનેક દેશોમાં દિવાળી ધામધૂમથી ઉજવાઈ
રોહિત કે હાર્દિક પંડ્યા, IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કોણ કરશે? MI એ નામનો કર્ય ખુલાસો
રોહિત કે હાર્દિક પંડ્યા, IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કોણ કરશે? MI એ નામનો કર્ય ખુલાસો
લાશના 6 ટુકડા કરીને 10 ફૂટ ઊંડા ખાડામાં નાખી દીધા, જોધપુરમાં શ્રદ્ધા વાલકર જેવો હત્યાકાંડ
લાશના 6 ટુકડા કરીને 10 ફૂટ ઊંડા ખાડામાં નાખી દીધા, જોધપુરમાં શ્રદ્ધા વાલકર જેવો હત્યાકાંડ
IPL 2025: વિરાટ-રોહિત કરતાં પણ હેનરિક ક્લાસેન રિટેન્શનમાં સૌથી મોંઘો, જાણો 10 સૌથી મોંઘા ખેલાડી કોણ છે
IPL 2025: વિરાટ-રોહિત કરતાં પણ હેનરિક ક્લાસેન રિટેન્શનમાં સૌથી મોંઘો, જાણો 10 સૌથી મોંઘા ખેલાડી કોણ છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: અસરદારHun To Bolish: હું તો બોલીશ: ખજૂરની મીઠાશ...ગરીબોને ઘરનો ઉજાસPM Modi In Kutch: કચ્છમાં PM મોદીનો હુંકાર! 'ભારતના જવાનો દહાડે છે ત્યારે આતંકના આકા કંપી જાય છે'PM Modi Diwali Celebration: PM બન્યા બાદ  પહેલીવાર મોદીએ  ગુજરાતમાં સેનાના  જવાનો સાથે કરી  દિવાળીની ઉજવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diwali Celebrations 2024: ભારતમાં જ નહીં, અમેરિકા-ઓસ્ટ્રેલિયા-બ્રિટેન સહિત અનેક દેશોમાં દિવાળી ધામધૂમથી ઉજવાઈ
Diwali Celebrations 2024: ભારતમાં જ નહીં, અમેરિકા-ઓસ્ટ્રેલિયા-બ્રિટેન સહિત અનેક દેશોમાં દિવાળી ધામધૂમથી ઉજવાઈ
રોહિત કે હાર્દિક પંડ્યા, IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કોણ કરશે? MI એ નામનો કર્ય ખુલાસો
રોહિત કે હાર્દિક પંડ્યા, IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કોણ કરશે? MI એ નામનો કર્ય ખુલાસો
લાશના 6 ટુકડા કરીને 10 ફૂટ ઊંડા ખાડામાં નાખી દીધા, જોધપુરમાં શ્રદ્ધા વાલકર જેવો હત્યાકાંડ
લાશના 6 ટુકડા કરીને 10 ફૂટ ઊંડા ખાડામાં નાખી દીધા, જોધપુરમાં શ્રદ્ધા વાલકર જેવો હત્યાકાંડ
IPL 2025: વિરાટ-રોહિત કરતાં પણ હેનરિક ક્લાસેન રિટેન્શનમાં સૌથી મોંઘો, જાણો 10 સૌથી મોંઘા ખેલાડી કોણ છે
IPL 2025: વિરાટ-રોહિત કરતાં પણ હેનરિક ક્લાસેન રિટેન્શનમાં સૌથી મોંઘો, જાણો 10 સૌથી મોંઘા ખેલાડી કોણ છે
IPL 2025: CSK, મુંબઈ અને RCB સહિત તમામ 10 ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી
IPL 2025: CSK, મુંબઈ અને RCB સહિત તમામ 10 ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી
દિવાળી પર શ્વાન સાથે ક્રૂરતા, પૂંછડી પર ફટાકડો બાંધીને દોડાવ્યો, વીડિયો જોઈને લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો
દિવાળી પર શ્વાન સાથે ક્રૂરતા, પૂંછડી પર ફટાકડો બાંધીને દોડાવ્યો, વીડિયો જોઈને લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો
Diabetic Coma: શુગર લેવલ કંટ્રોલ ન કરવાથી દર્દી કોમામાં જઈ શકે છે, જાણો કેટલું શુગર લેવલ ખતરનાક હોય
Diabetic Coma: શુગર લેવલ કંટ્રોલ ન કરવાથી દર્દી કોમામાં જઈ શકે છે, જાણો કેટલું શુગર લેવલ ખતરનાક હોય
IPL 2025માં ગુજરાત ટાઇટન્સની પ્લેયર રીટેન્શન લિસ્ટ જાહેર, આ 6 ખેલાડી પર લગાવી મહોર
IPL 2025માં ગુજરાત ટાઇટન્સની પ્લેયર રીટેન્શન લિસ્ટ જાહેર, આ 6 ખેલાડી પર લગાવી મહોર
Embed widget