Gujarat Rain Forecast : ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસાદ લેશે વિરામ
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. તો સૌરાષ્ટ્ર અન કચ્છમાં વરસાદ વિરામ લેશે
Gujarat Rain Forecast :હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. તો સૌરાષ્ટ્ર અન કચ્છમાં વરસાદ વિરામ લેશે
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની નહિવત શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડશે. ડાંગ, વલસાડ,નવસારી,દમણ અને દાદરાનગરહવેલી વરસાદનો અનુમાન છે. ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવે વરસાદ વિરામ લેશે. આગામી 2 દિવસ અહીં વરસાદની કોઈ સંભાવના નથી.હાલ ગુજરાતમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. તેથી દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારમાં વરસાદનું જોર ઘટતુ જશે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી છે. બંગાળની ખાડીમાં એક વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે. જેની દિશા પરથી વરસાદનો અનુમાન આગળ કરી શકાશે. મોનસૂન સિઝનનો અત્યાર સુધીમાં 85 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
આગામી 2 દિવસ આ વિસ્તારમા પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. ડાંગ, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની સંભાવના છે.સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.અમદાવાદ, ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર -કચ્છમાં વરસાદની કોઈ સંભાવના નહીં.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ
- છેલ્લા 24 કલાકમાં અરવલ્લીના ભિલોડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડના ધરમપુરમાં સવા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડીમાં ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં નવસારીના ખેરગામમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં મોરબીના ટંકારામાં સવા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં સવા બે ઈંચ વરસાદ
- ગણદેવી, વાંસદામાં વરસ્યો બે બે ઈંચ વરસાદ
- વલસાડ, વઘઈ, ભરૂચમાં પોણા બે ઈંચ વરસાદ
- ડોલવણ, આહવા, ઉમરપાડામાં પોણા બે ઈંચ વરસાદ
- ઝઘડીયા, આમોદ, કોડીનારમાં એક એક ઈંચ વરસાદ
- સોજીત્રા, સાગબારા, ઉના, ચીખલીમાં એક એક ઈંચ વરસાદ
- સુરતના માંડવી, જેસર, વિસાવદર, સુબિરમાં પોણો પોણો ઈંચ વરસાદ
- તારાપુર, ડેડીયાપાડા, વડાલીમાં પોણો પોણો ઈંચ વરસાદ
- ધોલેરા, નેત્રંગ, કરજણ, લખતરમાં અડધો અડધો ઈંચ વરસાદ
- મહુવા, વાલોડ, મેંદરડા, જલાલપોર, જાફરાબાદમાં અડધો ઈંચ વરસાદ
- ઓલપાડ, ગોંડલ, બાબરા, વાંકાનેરમાં અડધો ઈંચ વરસાદ
આ પણ વાંચો
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ, સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં ખાબક્યો
આવતીકાલે પીએમ મોદી રાજકોટમાં, જાણો પ્રધાનમંત્રી નો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ