શોધખોળ કરો

Weather Update: રાજ્યમાં ભારે પવનની આગાહી, માછીમારને દરિયો ન ખેડવા સૂચના,આંધી વંટોળની ચેતવણી

Weather Update: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. તાપમાનમાં આંશિક ઘટાડા સાથે પવનની ગતિ વધી છે.

Weather Update:રાજ્યમાં આજથી 2 દિવસ આંધી-તોફાન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની હવામાન વિભાગે  આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દક્ષિણ ગુજરાત સિવાય તમામ જિલ્લામાં ભારે  પવનનું અનુમાન છે.  કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન  ફૂંકાશે.  જેના પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

સ્ટર્સન ડિસ્ટર્બન્સના કારણે પૂર્વતરના રાજ્યોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. બીજી સિસ્ટમ ઇરાનથી આગળ વધી રહી છે. જેની અસર ગુજરાત પર થશે એટલે તેના કારણે ગરમીમાં ઘટાડો જોવા મળશે અને પવનની ગતિ વધશે પરંતુ વરસાદની કોઇ શકયતા નથી. આ સ્થિતિના કારણે  તાપમાનનો પારો બેથી ત્રણ  ડિગ્રી ગગડશે, છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 40ને પાર પહોંતી ગયો હતો. જેમાં હવે બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે., જેથી લોકોને 20 એપ્રિલથી 23 એપ્રિલ સુધી ગરમીમાં રાહત મળશે, પરંતુ 23 એપ્રિલ બાદ ફરી તાપમાનનો પારો ઉંચે જવાની શકયતા છે. જેથી ફરી  ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 42ને પાર પહોંચે તેવું અનુમાન છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ કાશ્મીરથી લઇને હરિયાળા, પંજાબ, ઉત્તરભારત, દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા છે. પરંતુ ગુજરાતમાં વરસાદની કોઇ શક્યતા નથી.   ગુજરાતના કેટલાક વિસ્તારમાં તાપમાન ઘટશે પવનની ગતિ વધશે પરંતુ વરસાદનું અનુમાન નથી   આ સમય દરમિયાન પવનની ગતિ વધુ હોવાથી ઘૂળ ભરી આંઘીનું અનુમાન છે. કચ્છ, ઉત્તર ગુજરાતમાં 30થી 40 કિમીના ઝડપે પવન ફૂંકાશે. 20  અને 21 એપ્રિલ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પતિ ગતિ વધુ રહેશે, 22 એપ્રિલ બાદ પવનની ગતિ ધીમી પડશે. રાજ્યમાં હવામાન શુષ્ક રહેશ, 22થી 24 એપ્રિલ સુધી દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ, ભેજવાળું વાતાવરણ રહેશે.

તો અન્ય રાજ્યોની વાત કરીએ તો ઉત્તર ભારતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના લઇને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ઉત્તરરાખંડના રૂદ્રપુરમાં આંધીના કારણે સરકારી કચેરીની છત પડી ગઇ હતી. અનેક ઘરો પર કાટમાળ પડ્યો હતો જેના કારણે ચાર લોકો ઘાયલ થયા છે. નૈનીતાલ રોડ પર વાહન પર  વૃક્ષ પડતાં વાહનને નુકસાન થયું છે. જો કે કોઇ જાનહાનિના સમાચાર નથી.

જમ્મૂ-કશ્મીરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. પુલવામામાં કરા સાથે વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોની મહેનત પર પણ  પાણી ફરી વળ્યું છે. ખાસ કરીને સફરજના ઉપ્તાદન પર પણ માઠી અસર થઇ છે. જમ્મૂ-કશ્મીરના ગુરેજ ઘાટીમાં પણ હિમવર્ષા શરૂ થઇગઇ છે. .પહાડો પર  બરફની ચાદર છવાઇ ગઇ છે. .તો બારામૂલામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ...મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પુતિનના પાવર પેક્ડ 28 કલાક, PM મોદી સાથે પ્રાઇવેટ ડિનર, આ રહ્યું કૂટનીતિથી લઇ ડિફેન્સ ડીલનું સુપર શિડ્યૂલ
પુતિનના પાવર પેક્ડ 28 કલાક, PM મોદી સાથે પ્રાઇવેટ ડિનર, આ રહ્યું કૂટનીતિથી લઇ ડિફેન્સ ડીલનું સુપર શિડ્યૂલ
'આ વખતે તો નેતા વિપક્ષ બની ગયા પરંતુ હવે નેક્સ્ટ ટાઇમ...', તેજસ્વી યાદવ પર JDU નેતાના આકરો પ્રહારો
'આ વખતે તો નેતા વિપક્ષ બની ગયા પરંતુ હવે નેક્સ્ટ ટાઇમ...', તેજસ્વી યાદવ પર JDU નેતાના આકરો પ્રહારો
વીજ કરંટથી બેભાન થઇ ગયેલા સાપને યુવકે મોંઢાથી CPR આપી બચાવ્યો, યુવકની બહાદુરી પર લોકો ફિદા, વીડિયો વાયરલ
વીજ કરંટથી બેભાન થઇ ગયેલા સાપને યુવકે મોંઢાથી CPR આપી બચાવ્યો, યુવકની બહાદુરી પર લોકો ફિદા, વીડિયો વાયરલ
IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
Advertisement

વિડિઓઝ

Rivaba Jadeja : 2027માં કોંગ્રેસ ગુજરાતમાં સિંગલ ડિજિટમાં રહી જશે , રાહુલની પોસ્ટ પર પ્રતિક્રિયા
Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરા પકડવા નિયુક્તિ !
Hun To Bolish : હું તો બોલીશ : સીડી વિનાનો વિકાસ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પુતિનના પાવર પેક્ડ 28 કલાક, PM મોદી સાથે પ્રાઇવેટ ડિનર, આ રહ્યું કૂટનીતિથી લઇ ડિફેન્સ ડીલનું સુપર શિડ્યૂલ
પુતિનના પાવર પેક્ડ 28 કલાક, PM મોદી સાથે પ્રાઇવેટ ડિનર, આ રહ્યું કૂટનીતિથી લઇ ડિફેન્સ ડીલનું સુપર શિડ્યૂલ
'આ વખતે તો નેતા વિપક્ષ બની ગયા પરંતુ હવે નેક્સ્ટ ટાઇમ...', તેજસ્વી યાદવ પર JDU નેતાના આકરો પ્રહારો
'આ વખતે તો નેતા વિપક્ષ બની ગયા પરંતુ હવે નેક્સ્ટ ટાઇમ...', તેજસ્વી યાદવ પર JDU નેતાના આકરો પ્રહારો
વીજ કરંટથી બેભાન થઇ ગયેલા સાપને યુવકે મોંઢાથી CPR આપી બચાવ્યો, યુવકની બહાદુરી પર લોકો ફિદા, વીડિયો વાયરલ
વીજ કરંટથી બેભાન થઇ ગયેલા સાપને યુવકે મોંઢાથી CPR આપી બચાવ્યો, યુવકની બહાદુરી પર લોકો ફિદા, વીડિયો વાયરલ
IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
Horoscope Tomorrow: 4 ડિસેમ્બરના રોજ આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો તમારું ભવિષ્યફળ
Horoscope Tomorrow: 4 ડિસેમ્બરના રોજ આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો તમારું ભવિષ્યફળ
Gujarat Govt Recruitment: 'હવે સરકારી ભરતી વર્ષોમાં નહીં, મહિનાઓમાં પૂર્ણ થશે', GARC એ CM ને સોંપ્યો રિપોર્ટ; કરાઈ આ 9 મોટી ભલામણો
'હવે સરકારી ભરતી વર્ષોમાં નહીં, મહિનાઓમાં પૂર્ણ થશે', GARC એ CM ને સોંપ્યો રિપોર્ટ; કરાઈ આ 9 મોટી ભલામણો
દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઈજા બાદ પરત ફર્યો આ ધાકડ ખેલાડી
દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઈજા બાદ પરત ફર્યો આ ધાકડ ખેલાડી
Fire Incident: ભાવનગરમાં હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, અનેક દર્દી ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
Fire Incident: ભાવનગરમાં હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, અનેક દર્દી ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
Embed widget