Diwali Weather: દિવાળી પર આ રાજ્યોમાં વરસશે વરસાદ મેઘરાજા બગાડી શકે છે તહેવારની મજા
Diwali Weather: સાતમા નોરતાથી શરદ પૂનમ સુધી દેશના અનેક રાજ્યોમાં છૂટછવાયો મધ્યમથી હળવો વરસાદ વરસ્યો. હવે સવાર એ ઉભા થાય છે કે શું આ વર્ષે વરસાદ દિવાળી પણ મજા બગાડશે, તહેવારની ખુશી પર પાણી ફેરવશે. તો ચાલો જાણીએ હવામાન વિભાગ શું કહે છે.

Diwali Weather:દિવાળી 2025 નજીક આવી રહી છે, અને લોકો જાણવા માંગે છે કે શું આ તહેવાર દરમિયાન વરસાદ પડશે. ઘણા રાજ્યોમાં દશેરા દરમિયાન વરસાદ પડ્યો હતો. લાંબા ગાળાની હવામાન આગાહી હંમેશા બદલાતી રહે છે, પરંતુ તાજેતરના હવામાન અહેવાલો દક્ષિણ અને પૂર્વ ભારતમાં વરસાદનું જોખમ વધારે હોવાનું દર્શાવે છે. જોકે, દિલ્હી અને કેટલાક અન્ય શહેરોમાં વરસાદ પડવાની શક્યતા ઓછી છે. જાણીએ ક્યાં રાજ્યોમાં પડી શકે છે વરસાદ
તાજેતરના હવામાન આગાહી મુજબ, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ધીમે ધીમે પીછેહઠ કરી રહ્યું છે. જોકે, આગામી દિવસોમાં દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. 11 ઓક્ટોબરના રોજ જાહેર કરાયેલા હવામાન બુલેટિનમાં જણાવાયું હતું કે ઉત્તર ભારતમાં હવામાન મોટે ભાગે શુષ્ક રહેશે, જ્યારે ઘણી ચક્રવાતી સિસ્ટમો દક્ષિણમાં વરસાદ લાવશે. આનો અર્થ એ છે કે દેશના વિવિધ ભાગોમાં હવામાન નોંધપાત્ર રીતે બદલાશે.
ક્યાં રાજ્યોમાં પડશે દિવાળી પર વરસાદ
હિન્દમહાસાગરમાં સર્જાયેલી સિસ્ટમ અરબી સમુદ્રમાં આગળ વધશે તો દક્ષિણ ગુજરાતમાં છૂટછવાયો વરસાદ અને વાદળછાયા વરસાદની આગાહી છે. એટલે કે 18, 19 ઓક્ટોબરે વાતાવરણાં પલટો આવે તેવી શક્યતા જોવા મળી રહી છે .હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, ઉત્તરાખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા ઉત્તરપશ્ચિમ ભારતના રાજ્યોમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેવાની ધારણા છે, અને કોઈ મોટી ચેતવણી જાહેર કરવામાં આવી નથી. વર્તમાન આગાહી મજબૂત સિસ્ટમ્સનો સંકેત આપતી નથી. તેથી, દિવાળી પર દિલ્હીમાં વ્યાપક ભારે વરસાદની શક્યતા ઓછી છે. જો કે, ઓક્ટોબર એક સંક્રમણ ઋતુ છે, અને પશ્ચિમી વિક્ષેપ ક્યારેક અચાનક વરસાદ લાવી શકે છે. તેથી, હળવા અથવા ટૂંકા ગાળાના વરસાદની શક્યતા સંપૂર્ણપણે નકારી શકાય નહીં, પરંતુ મોટાભાગે હવામાન સ્વચ્છ રહેશે.
IMD હવામાનશાસ્ત્રીઓના મતે, આગામી 2-3 દિવસમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તેમજ બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સિક્કિમ, ઓડિશા અને તેલંગાણામાંથી ચોમાસું સંપૂર્ણપણે વિદાય લેશે. આનો અર્થ એ છે કે આ પ્રદેશોમાં ચોમાસાની ઋતુનો અંત આવવાનો છે, અને શુષ્ક હવામાન શરૂ થવાનું છે. આ દેશના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં પરિવર્તનનો સંકેત આપે છે, જ્યાં ગુલાબી ઠંડીની શરૂઆત થશે.





















