Rain Forecast: રાજ્ય પર વાવાઝોડાનું સંકટ, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી
Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે.

Rain Forecast:હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી છે. બે દિવસ સુધી સાર્વત્રિક કમોસમી વરસાદનું હવામાનનું અનુમાન છે. હાલ રાજ્ય પર બે સિસ્ટમ એક્ટિવ છે. જેના પગલે 22 મેથી ગુજરાતમાં વરસાદનું અનુમાન છે.
રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથમાં હવામાન વિભાગે ભારે વરસાદનું વ્યક્ત કર્યું છે.સુરત ભરૂચ તાપી ડાંગ નવસારી વલસાડ દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ઉલ્લેખનિય છે કે, અરબી સમુદ્રુમાં સર્જાઇ રહેલી સાયક્લોનિક સિસ્ટમના કારણે ગુજરાત પર વાવઝોડાનો ખતરો તોળાઇ રહ્યું છે. આ વાવાઝોડાને સખ્તિ નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમ 12 કલાક બાદ લો પ્રેશર માં પરિવર્તિત થશે અને 36 કલાક બાદ ડિપ્રેશન થશે.
અંબાલાલે કરી વાવાઝોડીની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્ય પર વાવાઝોડાની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, અરબી સમુદ્રમાં એક સિસ્ટમન સર્જાઇ રહી છે. અરબી સમુદ્રમાં 24મેની આસપાસ સાયક્લોનિક સર્કયુલેશન સર્જાશે. અંબાલાલના આંકલન મુજબ હવાનું દબાણને જોતા વાવાઝોડાની શક્યતા નકારી શકાય નહિ. હળવા હવાના દબાણના કારણે વાવાઝોડુ લો-પ્રેશરમાં પરિવર્તિત થશે. 24થી 28 મે વચ્ચે વાવાઝોડું લેન્ડફોલ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ જો વાવાઝોડુ ઉદભવે તો સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે. વાવાઝોડાના પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે. જો ગુજરાત તરફ વાવાઝોડું ફંટાશે તો ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અંબાલાલના આંકલન મુજબ વાવાઝોડુ લેન્ડફોલ ક્યાં થશે તે કહેવું મુશ્કેલ છે. વાવાઝોડુ સમુદ્રમાં વિખરાઈ પણ શકે છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં સવારથી વરસાદની એન્ટ્રી થઈ ગઇ હતી છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ભારે વરસાદથી ડભોલી હરિદર્શનના ખાડામાં પીણી ભરાયા હતા. વરસાદી પાણીનો ભરાવો થતા લોકોને પારાવાર મુશ્કેલનો સામલો કરવો પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતત છે. માવઠાથી ખેડૂતોના ડાંગર સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. આ વરસાદે બાગાયતી પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે. કેરી સહિતના પાકને નુકસાન થયું છે.
અમરેલી જિલ્લામાં આજે પણ સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે, આજે સવારથી રાજુલા શહેર અને પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સાવરકુંડલા પંથકમાં પણ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત રાજુલાના દરિયાકાંઠા વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ વાત છે કે, મંગળવારે સાંજે પણ અમરેલી જિલ્લામાં વરસાદ વરસ્યો હતો, મંગળવારે લીલીયા, અમરેલી, સાવરકુંડલામાં વરસાદ વરસ્યો હતો, મંગળવારે ખાંભા અને બગસરા તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો.





















