Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાત પરથી હવે વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. જો કે 29 જુન સુુધી છૂટછવાયા વરસાદનું અનુમાન છે. જાણીએ આગામી 4 દિવસ રાજ્યમાં કેવું હવામાન રહેશે

Gujarat Rain Forecast:કેરળ અને કર્ણાટકમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. જેના કારણે ગુજરાત, ગોવા, મહારાષ્ટ્રમાં પણ ચોમાસુ વહેલી દસ્તક દે તેવી શક્યતા જોવાઇ રહી છે. રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં વરસાદનું અનુમાન છે. ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, અમરેલી, મોરબી, સુરેંદ્રનગર, બોટાદમાં વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે સુરત, તાપી, નવસારી, ડાંગમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.
કેરળમાં શનિવારે આઠ દિવસ વહેલું ચોમાસાનું આગમન થયું છે.ત્યારે ગુજરાતમાં પણ વહેલું ચોમાસું આવે તેવી શક્યતા છે..ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસાનો પ્રારંભ થતો હોય છે....2024ની વાત કરીએ તો, 11 જૂનના રોજ ચોમાસાનું વિધિવત આગમન થયું હતું..ચોમાસાના આગમન પહેલા જ હવામાન વિભાગના મતે પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે....આજે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.....જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુરની સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે..
અંબાલાલ પટેલેની વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનના કારણે વાવઝોડાની શક્યતા જોવાઇ રહી છે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સંભવિત વાવાઝોડાને લઇને પોતાનું આંકલન વ્યક્ત કર્યું છે. તેમણે રાજયમાં વાવાઝોડાના ખતરાની વાતને નકારી છે. તેમના મત મુજબ તેમજ હવામાનના અન્ય મોડલ મુજબ પણ રાજ્યમાં વાવાઝોડાની શક્યતા નહિવત છે. જો કે તેની અસર વિશે તેમણે ચેત વણી જાહેર કરી છે. અંબાલાલના આંકલન મુજબ રાજ્ય પર હાલ વાવાઝોડું ઉત્પન્ન થવાની શક્યતા નહીવત છે. જો કે તેની અસરના કારણે દરિયો તોફાની બનશે અને તેની અસર પવનની ગતિમાં પણ જોવા મળશે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનની 28થી 31 મે સુધી ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. ભેજવાળા પવનના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે દરિયો પણ તોફાની બનશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. તો આ સમય દરિયાન દરિયામાં કરંટ જોવા મળશે અને ઊંચા મોજા ઉછળશે જેને કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે. 28થી 2 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલ પટેલે આ વર્ષે સારા ચોમાસાની એટલે કે ખેતીને અનુકૂળ વરસાદની આગાહી કરી છે.





















