Weather Forecast: પહાડોમાં બરફવર્ષોનુ એલર્ટ શું ફરી આવશે ઠંડીનો રાઉન્ડ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: હાલ દિલ્હીમાં હવામાન સ્વચ્છ અને શુષ્ક છે, પરંતુ તાપમાનની વધઘટ ચાલુ રહે છે. 18મી ફેબ્રુઆરી પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાદળોનું આવરણ અને થોડી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.ગુજરાતમાં કેવું રહેશે વેધર જાણીએ

Weather Forecast: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત, કચ્છ સહિતમાં વાતાવરણ વાદળછાયું રહેશે, હાલની પરિસ્થિતિના જોતા આગામી સપ્તાહમાં માવઠા કે વધુ ઠંડીની કોઇ શક્યતા નથી.
ઉત્તર ભારતમાં ભારે પવનો વચ્ચે હવામાન સૂકું રહેશે, પરંતુ ફેબ્રુઆરીમાં જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ઉછળતા દરિયાઈ પવનોને કારણે રાજસ્થાન અને ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે પૂર્વોત્તર રાજ્યો આસામ, અરુણાચલ અને સિક્કિમમાં ભારે વરસાદ અને હિમવર્ષા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ આવી જ સ્થિતિ છે જેના કારણે દિવસ દરમિયાન પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 18 ફેબ્રુઆરી સુધીમાં ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે જેના કારણે હવામાનમાં ફેરફાર જોવા મળશે. પશ્ચિમી પવનોની ઝડપ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. આ સિવાય રવિવાર (16 ફેબ્રુઆરી) પછી પર્વતોમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થવાની સંભાવના છે.
દિલ્હીમાં હવામાનની સ્થિતિ
શુક્રવારે દિલ્હીમાં આખો દિવસ તડકો રહ્યો હતો અને લઘુત્તમ તાપમાન 10.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 0.5 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. શનિવારે (15 ફેબ્રુઆરી) મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજધાનીમાં હાલમાં વરસાદની કોઈ આગાહી નથી, પરંતુ 18 ફેબ્રુઆરી પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે જેના કારણે તે આંશિક વાદળછાયું રહી શકે છે.
યુપી, બિહાર અને રાજસ્થાનમાં કેવું રહેશે હવામાન?
ઉત્તર પ્રદેશમાં 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે દિવસ અને રાત્રિના તાપમાનમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. યુપીમાં 19 ફેબ્રુઆરીએ હળવો વરસાદ થવાની સંભાવના છે. પશ્ચિમી પવનોને કારણે બિહારમાં હવામાન શુષ્ક રહ્યું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 12 થી 13 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું છે. હરિયાણા-પંજાબના ખેડૂતો માટે એલર્ટ
હરિયાણા અને પંજાબમાં ભારે પવનને કારણે ખેડૂતોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. નિષ્ણાતોએ હાલ માટે ઘઉંના પાકની સિંચાઈ બંધ કરવાની સલાહ આપી છે કારણ કે પવનને કારણે પાણી ઝડપથી સુકાઈ શકે છે. 18 ફેબ્રુઆરીથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે વાદળ છવાયેલા અને વરસાદની સંભાવના રહેશે.
જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાનું એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં કોલ્ડવેવની અસર યથાવત છે. ઘાટીમાં હિમવર્ષા અને ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે 20 ફેબ્રુઆરી સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને તાપમાન માઈનસમાં નોંધાશે. પહેલગામમાં માઈનસ 5 ડિગ્રી, શ્રીનગરમાં માઈનસ 4 ડિગ્રી અને કુપવાડામાં માઈનસ 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતા છે. હવામાનશાસ્ત્રીઓના મતે આ વર્ષે ગરમીની અસર વધુ રહેશે જેના કારણે માર્ચમાં તાપમાનમાં ઝડપથી વધારો થઈ શકે છે.





















