(Source: ECI/ABP News/ABP Majha)
Weather Forecast: કાળઝાળ ગરમીના રાઉન્ડ બાદ આ તારીખથી ફરી થશે કમોસમી વરસાદ,અંબાલાલે કરી આગાહી
રાજ્યમાં 27 એપ્રિલ સુધી ગરમી વધવાના અંબાલાલે સંકેત આપ્યાં છે.,10 મે થી રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ના ભાગોમાં આંધી વંટોળ નું પ્રમાણ વધશે અને વરસાદ પણ પડી શકે છે.
Weather Forecast: દેશના મોટાભાગના રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી પડી પહી છે. ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી તાપમાનનો પારો કેટલાક શહેરોમાં 40ને પાર કરી જતાં અસહ્ય ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલે પણ ગરમી વધવાના સંકેત આપ્યા છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યમાં હજુ પણ 24 એપ્રિલ બાદ ગરમીના પ્રમાણમાં વધારો થશે. રાજ્યમાં 27 એપ્રિલ સુધી કાળઝાળ ગરમીનો અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલે વ્યક્ત કર્યો છે. તારીખ 27 એપ્રિલથી પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ગરમીમાં ઘટાડો થઇ શકે છે. જો કે મે માસમાં ફરી અગન વર્ષોની શરૂઆત થશે. અંબાલાલના જણાવ્યાં મુજબ આગામી 4 મે પછી ગરમીમાં પ્રમાણમાં ફરી વધારો જોવા મળશે.10 થી 14 મે વચ્ચે અખાત્રીજના દિવસોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.,10 મે થી રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ના ભાગોમાં આંધી વંટોળ નું પ્રમાણ વધશે અને વરસાદ પણ પડી શકે છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ 20 મે બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણમાં વધારો થશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની શકયતા છે.