શોધખોળ કરો

Gujarat Rain: વાવાઝોડા બાદ રાજ્યમાં મેઘતાંડવ, આ જિલ્લામાં ભારે પવન સાથે તૂટી પડ્યો વરસાદ, જાણો શું છે સ્થિતિ

15 જૂને વાવાઝોડુ કચ્છમાં લેન્ડફોલ થયા બાદ હજુ પણ તેની અસર ગુજરાતના હવામાનમાં જોવા મળી રહી છે. ગત રાત્રે અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.

 Gujarat Rain:15 જૂને વાવાઝોડુ કચ્છમાં લેન્ડફોલ થયા બાદ હજુ પણ તેની અસર ગુજરાતના હવામાનમાં જોવા મળી રહી છે. ગત રાત્રે અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.

15 જૂને વાવાઝોડુ કચ્છમાં લેન્ડફોલ થયા બાદ હજુ પણ તેની અસર ગુજરાતના હવામાનમાં જોવા મળી રહી છે. 16 જૂને ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ક્યાંક ભારે તો ક્યાં ઝરમર વરસાદ પડ્યો. શુક્રવારે અમદાવાદમાં સૂસવાટા પવન સાથે ઠેર ઠેર વરસાદ પડ્યો. વરસેલા વરસાદથી વાસણા બેરેજના બે ગેટ ખોલાયા. અલગ અલગ 16 સ્થળો પર વૃક્ષો ધરાશાયી છે.

વાવાઝોડું પસાર થયા બાદ કચ્છ જિલ્લામાં મેઘતાંડવની સ્થિતિ જોવા મળી, ભારે પવન સાથે વરસેલા વરસાદથી સમગ્ર કચ્છમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે.  કેટલીક સોસાયટીઓમાં  વરસાદી પાણી ભરાયા છે. તો  કેટલાક રસ્તાઓ પણ જળમગ્ન છે.

અતિશય ભારે પવન સાથે વરસેલા વરસાદથી કચ્છમાં જનજીવન પ્રભાવિત થયું છે. અસંખ્ય મહાકાય વૃક્ષો ધારાશાયી થતાં રસ્તા પણ બ્લોક થઇ ગયા છે. મોટા મકાનને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. કાચા પાકા મકાનોના ઉડ્તાં જોવા મળ્યા હતા. વાવાઝોડા બાદ ભારે પવનને અને વરસાદથી કચ્છમાં તારાજી.. 86 હજારથી વધુ વીજપોલ ક્ષતિગ્રસ્ત થયા છેય  સેંકડો ગામડાઓમાં વીજ પૂરવઠો ખોરવાતા  અંધારપટ્ટ જેવી સ્થિતિ છે.    

બનાસકાંઠામાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. અહી પાલનપુર,અમદાવાદ હાઈવે પર ગઠામણ પાટીયા પાસે પાણી ભરાયા છે. બે ફૂટ સુધી પાણી ભરાતા વાહન ચાલકોની  પરેશાનીમાં વધારો થયો હતો.

બનાસકાંઠામાં રાતભર ધોધમાર વરસાદ ખાબક્યો.વરસાદની છેલ્લા 24 કલાકમાં વાવ 43 મિમી, થરાદ 52 મિમી,ધાનેરા 109 મિમી,દાંતીવાડા 24 મિમી,અમીરગઢ 60 મિમી,દાંતા 58 મિમી, વડગામ 111 મિમી, પાલનપુર 66 મિમી, ડીસા 78 મિમી,દિયોદર 94 મિમી,ભાભર 83 મિમી,કાંકરેજ 38 મિમી,લાખણી 47 મિમી,સુઇગામ 79 મિમી વરસાદ  પડ્યો.

બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક નદી નાળા છલકાયા છે. ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. હવે આ કડીમાં રાજકોટનો આજી-2 ડેમ છલકાયો છે. જે બાદ આજી-2 ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. સવારે 8 વાગે 14 દરવાજા દોઢ ફૂટ સુધી ખોલવામાં આવશે. પડધરી તાલુકાના ગામોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છેરાજકોટના જેતપુરમા ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા અબી પીઠડીયાટોલ પ્લાઝાએ પતરા ઉડ્યા હતા જો કે સદનસીબે કોઈ જાનહાની નથી થઇ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
અમદાવાદમાં લુખ્ખાગીરી યથાવત: નરોડામાં ગાળો બોલવાની ના પાડતા પાડોશીઓએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો
અમદાવાદમાં લુખ્ખાગીરી યથાવત: નરોડામાં ગાળો બોલવાની ના પાડતા પાડોશીઓએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો
પાકિસ્તાનમાં આતંકી હુમલા વધતાં ભારતનું મોટું પગલું: 10 દેશોને એકસાથે લાવીને....
પાકિસ્તાનમાં આતંકી હુમલા વધતાં ભારતનું મોટું પગલું: 10 દેશોને એકસાથે લાવીને....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kheda Crime: ખેડાના રાણીયા મીસાગર નદીમાંથી હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહSurat Crime: ધુળેટીના દિવસે સુરતના ખોલવડમાં વધુ એક લુખ્ખાનો આતંક કેદ થયો સીસીટીવીમાં..Nitin Gadkari: જે કરશે જાતિની વાત, તેને મારીશ જોરથી લાત..: આ શું બોલી ગયા નીતિન ગડકરી?Geniben Thakor : બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
અમદાવાદમાં લુખ્ખાગીરી યથાવત: નરોડામાં ગાળો બોલવાની ના પાડતા પાડોશીઓએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો
અમદાવાદમાં લુખ્ખાગીરી યથાવત: નરોડામાં ગાળો બોલવાની ના પાડતા પાડોશીઓએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો
પાકિસ્તાનમાં આતંકી હુમલા વધતાં ભારતનું મોટું પગલું: 10 દેશોને એકસાથે લાવીને....
પાકિસ્તાનમાં આતંકી હુમલા વધતાં ભારતનું મોટું પગલું: 10 દેશોને એકસાથે લાવીને....
ગેનીબેનનો ધડાકો! બનાસકાંઠા બોર્ડર બની દારૂની ગંગોત્રી? મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ
ગેનીબેનનો ધડાકો! બનાસકાંઠા બોર્ડર બની દારૂની ગંગોત્રી? મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ
શું પાકિસ્તાનના ફરી ભાગલા પડશે? ટ્રેન હાઇજેક બાદ 12 કલાકમાં 19 ધડાકા!
શું પાકિસ્તાનના ફરી ભાગલા પડશે? ટ્રેન હાઇજેક બાદ 12 કલાકમાં 19 ધડાકા!
મેગા ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, છતાં આ ખેલાડી IPL 2025માં રમશે?
મેગા ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, છતાં આ ખેલાડી IPL 2025માં રમશે?
North Macedonia Video: નાઇટ ક્લબમાં આગનું તાંડવ, જીવતા સળગ્યા 51 લોકો, 100થી વધુ ઘાયલ
North Macedonia Video: નાઇટ ક્લબમાં આગનું તાંડવ, જીવતા સળગ્યા 51 લોકો, 100થી વધુ ઘાયલ
Embed widget