શોધખોળ કરો

નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સિટી સિવિલ કોર્ટમાં આ મામલો સામે આવતાં રજિસ્ટ્રારે મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન સામે ફરિયાદ નોંધાવી છે.

Fake court caught in Gujarat: અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક નકલી કોર્ટ ઓર્ડર આપ્યા હોવાનું સામે આવ્યું છે. તેણે વાંધાજનક જમીનોના અનેક ઓર્ડર કરીને લોકોને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. સિટી સિવિલ કોર્ટમાં આ મામલો સામે આવતાં રજિસ્ટ્રારે મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં આ મામલે મોટો ખુલાસો થવાની શક્યતા છે.

એફઆઈરમાં શું લખ્યું છે.....

ફરીયાદી: હાર્દિક સાગરભાઇ દેસાઇ રજિસ્ટ્રાર સિટી સિવિલ કોર્ટ ભદ્ર અમદાવાદ

આરોપી: મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ર્ચિયન રહે-૩૬ ઇન્દીરા આવાસ યોજના સરકારી શાળા પાસે મોટી આદરજ ગાંધીનગર મો.નં.૭૦૪૬૩૭૫૨૫૯ તથા તપાસમાં મળે તે વિગેરે

ગુનો બન્યા તારીખ સમય: તા.૦૨/૦૩/૨૦૧૯ થી તા.૨૧/૧૦/૨૦૨૪ કલાક ૧૬/૦૦ ના સમયગાળા દરમ્યાન

ગુનો જાહેર તારીખ સમય: તા.૨૧/૧૦/૨૦૨૪ ના કલાક ૧૬/૦૦ વાગે

ગુનાની વિગત : આ કામના આરોપીએ અન્ય ઇસમોના મેળાપીપણામાં ગુનાહીત કાવતરૂ રચી સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ નંબર-૧૯ ભદ્ર ખાતેની દરખાસ્ત નં.૬૧૮/૨૦૧૯ ના કામે દરખાસ્તદાર ઠાકોર બાબુજી છનાજી ના કામે ધી આર્બિટેશન એન્ડ કન્સીલીયેશન એકટ ૧૯૯૬ ની જોગવાઇઓ મુજબ તકરાર નિવારણ અર્થેનો કોઇ આર્બિટેશન કરાર થયેલ ન હોવા છતા આરોપીએ પોતે ખોટી રીતે પોતાની જાતને આબિંટ્રેટર તરીકે નીમી તેમજ ભારતની કોઇ સમક્ષ અદાલત દ્રારા પણ આરોપીએ ઠાકોર બાબુજી છનાજી તથા કલેકટરશ્રી અમદાવાદ નાઓ વચ્ચે કહેવાતી જમીન અંગેની તકરારમા પોતાની જાતને આબિંટ્રેટર તરીકે નીમી કાયદાની જોગવાઇઓનું પાલન કર્યા વિના ગેરકાયદેસર એવોર્ડ પસાર કરવા સારૂ તૈયાર કરેલ ક્લેઇમ તથા સ્ટેટમેન્ટના આધારે તા.૩૦/૦૩/૨૦૧૯ ના રોજ ગેરકાયદેસર કોઇપણ સત્તા વગર એવોર્ડ (હુકમ)પસાર કરી તેમજ નામદાર કોર્ટમાં આવો ફ્રોડ એવોર્ડ (હુકમ) રજુ કરી પોતાની આર્બિટ્રેટર તરીકે નિમણુંક થયેલ કે કરેલ ન હોવા છતાં ખોટી રીતે પોતાની આબિંટ્રેટર તરીકે નિમણુંક કરી પાલડી અમદાવાદના રેવન્યુ સર્વે નં.૩૦૬ 19 નં.૦૬ ના ફાઇનલ પ્લોટ નં.૩૨ ની સરકારી જમીન પચાવી પાડવા ખોટા ક્લેઇમ સ્ટેટમેન્ટસ તથા આર્બિટ્રેશન પ્રોસિડીંગ ઉભા કરી ગેરકાયદેસર એવોર્ડ પસારી કરી ગુનો કરેલ હોય જે બાબતે નામદાર સીટી સિવિલ કોર્ટ અમદાવાદના રજીસ્ટ્રારશ્રીએ પોતાની ફરીયાદ અત્રે અમારા રૂબરૂ આપતા આ ગુનો દાખલ કરેલ છે. જે ગુનાની તપાસ અમો કરી રહેલ છીએ.

આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન નાઓ બાબતે તપાસ કરતા મળી આવતા જેઓને આ ગુનામાં અટક કરવાની તજવીજ ચાલુમાં છે

તપાસ દરમિયાન આ કામના આરોપીઓ વિરુદ્ધ અગાઉ મણીનગર પો.સ્ટે. ખાતે ફ.ગુ .ર.નં.૫૭/૨૦૧૫

ઇપીકો કલમ-૪૦૬,૪૨૦,૪૬૭,૪૬૮,૪૭૧,૧૭૭,૪૫૨,૩૪૨,૧૧૪, ૫૦૬(૨) તથા ૨૯૪(ખ) મુજબનો ગુનો

દાખલ થયેલ હોવાનું જણાઇ આવે છે.

ગુનાની એમ.ઓ.: આરોપી પોતાની જાતને કાયદેસરના નિમણૂંક થયેલ આર્બિટ્રેટર તરીકે દર્શાવી પોતાના ક્લાયન્ટો વિરુદ્ધ ચાલી રહેલ કેશોમાં ખોટા ક્લેઇમ સ્ટેટમેન્ટ તથા આર્બિસ્ટ્રેશન પ્રોસિડીન્ગ ઉભા કરી નામદાર કોર્ટમાં ખરા તરીકે રજુ કરી પોતાના ક્લાયન્ટોને ગેરકાયદેસર લાભ અપાવવાની એમ.ઓ. ધરાવે છે.

આ પણ વાંચોઃ

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
Embed widget