Amul Ghee Price Hike: અમૂલે દૂધ-દહીં બાદ ઘી-પનીર કર્યા મોંઘા, જાણો નવો ભાવ
Amul Price Hike: અમૂલે ઘી અને બટરના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. અમૂલ ઘીના એક લિટરના ભાવમાં 30 રૂપિયાનો વધારો કર્યો છે.
Amul Ghee-Paneer Price Hike: અમૂલે ત્રણ દિવસમાં ત્રીજો મોટો ફટકો સામાન્ય જનતાને આપ્યો છે. અમૂલ ડેરીએ દૂધ, મસ્તી દહી બાદ હવે ઘીના ભાવમાં પણ વધારો ઝીંક્યો છે. અમૂલે ઘી અને બટરના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. અમૂલ ઘીના એક લિટરના ભાવમાં 30 રૂપિયાનો વધારો કર્યો છે. અમૂલ બટરનાં ભાવમાં 500 ગ્રામમાં 10 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અમૂલએ ઘી અને બટરના ભાવમાં ગુપચુપ ભાવ વધારો કર્યો છે.
અમૂલ ઘી અને બટરનો નવો-જૂનો ભાવ
- અમૂલ ઘી 1 લીટર જૂનો ભાવ 540
- અમૂલ ઘી 1 લીટર નવો ભાવ 570
- અમૂલ ઘી 1 લીટર ટીન નવો ભાવ 555
- અમૂલ ઘી 1 લીટર ટીન નવો ભાવ 585
- અમૂલ બટર 500 ગ્રામ જૂનો ભાવ 265
- અમૂલ બટર 500 ગ્રામ નવો ભાવ 275
- અમૂલ બટર 100 ગ્રામ જૂનો ભાવ 52
- અમૂલ બટર 100 ગ્રામ નવો ભાવ 54
મોંઘવારીનો વધુ એક માર, અમૂલે દૂધના ભાવમાં કર્યો તોતિંગ વધારો
અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે આમ આદમી વધુ એક ફટકો લાગ્યો છે. દૂધના ભાવમાં 3 રૂપિયા સુઘીનો વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો 3 ફેબ્રુઆરીથી લાગુ થઈ ગયો છે. કંપનીએ એક નિવેદનમાં માહિતી આપી કે ઉત્પાદન અને ખર્ચમાં વધારાને કારણે અમૂલ દૂધની કિંમતમાં વધારો થયો છે. કંપનીએ કહ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચારાની કિંમતમાં 20 ટકાનો વધારો થયો છે. કંપનીએ કહ્યું કે તેના કારણે દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે ઈનપુટ કોસ્ટમાં વધારો થવાથી ખેડૂતોના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં 8-9 ટકાનો વધારો થયો છે. જોકે આ ભાવ વધારો હાલ ગુજરાતમાં લાગુ નહીં થાય. મુંબઈ, કલકત્તા, દિલ્હી-એનસીઆરમાં લાગુ થશે. જેના કારણે હાલ ગુજરાતની જનતા પર દૂધના ભાવ વધારાની કોઈ અસર નહીં થાય.
અમૂલે છેલ્લે ક્યારે વધાર્યો હતો ભાવ
અમૂલે ઓગસ્ટ 2022માં દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો હતો. ગુજરાત સહિત દિલ્હી એનસીઆર, મુંબઇ, પશ્વિમ બંગાળમાં આવતીકાલથી ભાવ વધારો લાગુ થયો હતો. 500 મીલી અમૂલ ગોલ્ડનો નવો ભાવ 31, 500 મીલી અમૂલ તાજાનો નવો ભાવ 25 રૂપિયા અને 500 મીલી અમૂલ શક્તિનો નવો ભાવ 28 રૂપિયા થયો હતો ઓપરેશન ખર્ચ અને દૂધના ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે ભાવ વધારો લાગુ કરાયો હતો.