શોધખોળ કરો

CBSEની પરીક્ષા રદ્દ થયા બાદ હવે ગુજરાત બોર્ડ ધોરણ-12ની પરીક્ષા લેવાશે કે નહીં ? આજે કેબિનેટ બેઠકમાં થશે નિર્ણય

મંગળવારે ગુજરાત બોર્ડે કરેલા નિર્ણય પ્રમાણે ધોરણ 12 બોર્ડ અને ધોરણ 10 બોર્ડના રિપીટરની પહેલી જુલાઈથી પરીક્ષા યોજાશે.

CBSEએ ધોરણ 12ની પરીક્ષા રદ કરતા હવે ગુજરાત બોર્ડની પરીક્ષા અંગે આજે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. ગુજરાત બોર્ડે મંગળવારે ધોરણ 12 બોર્ડ અને ધોરણ 10માં રીપીટરની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. પરંતુ CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવતા આજે મળનાર કેબિનેટ બેઠકમાં પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રાખવો કે પરીક્ષા રદ કરવી તે અંગે નિર્ણય લેવાશે.

મંગળવારે ગુજરાત બોર્ડે કરેલા નિર્ણય પ્રમાણે ધોરણ 12 બોર્ડ અને ધોરણ 10 બોર્ડના રિપીટરની પહેલી જુલાઈથી પરીક્ષા યોજાશે. સાયન્સમાં પહેલી જુલાઈએ પહેલું પેપર ફિઝિક્સનું જ્યારે સામાન્ય પ્રવાહમાં પહેલું પેપર એકાઉન્ટનું રહેશે. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય અગાઉની એક્ઝામની જેમ 3 કલાકનો જ રહેશે.

વિજ્ઞાન પ્રવાહના 100 ગુણના પ્રશ્નપત્રમાં 50 ગુણના પ્રશ્નો વૈકલ્પિક-એમસીકયુ ઓએમઆર પદ્ધતિના રહેશે અને 50 માર્કના પ્રશ્નો વર્ણનાત્મક રહેશે. પ્રશ્ન પૂછવાની પદ્ધતિ જે અગાઉ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલી છે તે જ પદ્ધતિ રહેશે એટલે વિદ્યાર્થીએ જે પ્રમાણે અત્યાર સુધી તૈયારી કરી તે પ્રમાણે જ પરીક્ષા લેવાશે.

સામાન્ય પ્રવાહમાં કુલ 100 માર્કના પ્રશ્નપત્રમાં તમામ પ્રશ્નો વર્ણનાત્મક રીતે લેવાશે. સામાન્ય પ્રવાહમાં પણ પ્રશ્નો પૂછવાની પદ્ધતિ એટલે કે પ્રશ્નપત્ર સ્ટાઇલ પણ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જે સત્તાવાર જાહેર કરાય તે પ્રમાણેની રહેશે. જે વિદ્યાર્થી કોરોના કે અન્ય કારણોસર પરીક્ષા નહીં આપી શકે એમના માટે 25 દિવસ પછી ફરી પરીક્ષા યોજાશે. જો કે આ પરીક્ષા યથાવત રાખવી કે રદ કરવી તે અંગે આજે મળનારી કેબિનેટ બેઠકમાં લેવાશે.

નોંધનીય છે કે, CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીની હાઈલેવલ બેઠકમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. COVID ને કારણે થતી અનિશ્ચિત સ્થિતિ અને વિવિધ હોદ્દેદારો દ્વારા મળેલા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને, નિર્ણય કરવામાં આવ્યો કે આ વર્ષે બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે નહીં.

વડા પ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે ધોરણ 12 સીબીએસઈ પરીક્ષાઓ  અંગેનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે COVID-19 એ શૈક્ષણિક કેલેન્ડરને અસર કરી છે અને બોર્ડની પરીક્ષાનો મુદ્દો વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકોમાં ભારે ચિંતા પેદા કરી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પૂર્વ પટ્ટામાં વિકાસનો ધોધ! CM ભૂપેન્દ્ર પટેલે બે જીલ્લાને આપી ₹1100 કરોડના વિકાસ કામોની ભેટ
પૂર્વ પટ્ટામાં વિકાસનો ધોધ! CM ભૂપેન્દ્ર પટેલે બે જીલ્લાને આપી ₹1100 કરોડના વિકાસ કામોની ભેટ
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
Embed widget