શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં ફસાયેલા 91 લોકો આજે સવારે વેરાવળ પહોંચ્યાં, કોણે ઉઠાવ્યો બસનો ખર્ચ? જાણો વિગત
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો લડવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને અલગ-અલગ જિલ્લાના લોકો ફસાયેલા જોવ મળી રહ્યાં છે ત્યારે હાલ તેમને પોતાના વતને મોકલવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો લડવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને અલગ-અલગ જિલ્લાના લોકો ફસાયેલા જોવ મળી રહ્યાં છે ત્યારે હાલ તેમને પોતાના વતને મોકલવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યારે વેરાવળના લોકો અમદાવાદમાં રહેતા, અભ્યાસ કરતાં અને નોકરી-ધંધા અર્થે ફસાયેલા લોકો આજે સવારે વેરાવળ પહોંચ્યાં છે.
લોકડાઉનના કારણે અમદાવાદમાં ફસાયેલા લોકો આજે વેરાવળ પહોંચ્યા હતાં. ત્રણ બસમાં 91 લોકો આજે વહેલી સવારે વેરાવળ પહોંચ્યા હતાં. મૂળ વેરાવળના અને અમદાવાદમાં નોકરી, ધંધા અને અભ્યાસ અર્થે રહેતા લોકો લોકડાઉનના કારણે ફસાઈ ગયા હતા જોકે આ તમામ માટે સરકાર વ્યવસ્થા કરી હતી. 3 બસમાં સવાર થઈને 91 લોકો આજે વેરાવળ પહોંચ્યા હતાં જ્યાં આ તમામ લોકોને સોમનાથ લીલાવતી ભવન ખાતે કોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે.
આ તમામ લોકોનું આરોગ્ય વિભાગ દ્વારા મેડીકલ ચેકઅપ કરવામાં આવશે. હાલ 48 કલાક સુધી કોરેન્ટાઈન રહેશે. આ તમામ લોકોને વિનામુલ્યે વેરાવળ ખાતે પહોંડવામાં આવ્યાં છે. સેવાભાવી યુવાનો દ્વારા બસ ભાડાનો ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો. આ સાથે મંજુરીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
અમદાવાદ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion