શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ, હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત
અપર એર સરક્યુલેશન સિસ્ટમ સર્જાવાને પરિણામે રાજસ્થાન, ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડવાની હવામાન ખાતાની આગાહી કરી હતી.
અમદાવાદ: ગુજરાત પર અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાવાને કારણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના કેટલાંક ભાગોમાં વાવાઝોડા સાથે માવઠું થયું હતું. ગત મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધૂળની ડમરી ઉડવા લાગી હતી આ સાથે વરસાદ વરસતાં કાળઝાળ ગરમી ત્રસ્ત લોકોએ કેટલાંક અંશે રાહત અનુભવી હતી.
સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી, વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીના સહિત કેટલાંક ગામડાંમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા. અંબાજી, અમીરગઢ, અને પાલનપુરમાં પણ વરસાદી ઝાપટાં વરસ્યા હતા અને આ પંથકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
અંબાજીમાં એક જ સપ્તાહમાં બીજી વખત માવઠું વરસ્યું છે. વાવાઝોડા અને વરસાદી ઝાપટાંને કારણે કેટલાંક સ્થળે વીજળીના થાંભલા જમીનદોસ્ત થઈ જતાં કેટલાંક ગામોમાં વીજ ડૂલ થઈ ગઈ હતી. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં લઈને જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું છે અને સાવચેતીના પગલાં લેવા સૂચના અપાઈ હતી.
અપર એર સરક્યુલેશન સિસ્ટમ સર્જાવાને પરિણામે રાજસ્થાન, ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડવાની હવામાન ખાતાની આગાહી કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion