Corona News: ગુજરાતમાં વધ્યું સંક્રમણ, અમદાવાદમાં સૌથી વધુ સંક્રમિત, રાજ્યમાં નવા 68 કેસ નોંધાયા
Corona News: ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા સતત વધારો થઇ રહ્યો છે. 2710 સક્રિય કેસ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને એક એડવાઝરી જાહેર કરી છે. માત્ર ગુજરાતમાં એક દિવસમાં નવા 68 કેસ નોંધાયા છે.

Corona News: કોરોનાને કેસે ફરી એકવાર ગતિ પકડી છે. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 2710 છે. છેલ્લા 24 કલાકમાં 511 નવા કેસ નોંધાયા છે. આ સાથે, 255 લોકો કોરોનામાંથી સ્વસ્થ પણ થયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 265 પર પહોંચ્યો છે. રાજ્યના 16 જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઇ છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ નોંઘાયા છે. 254 દર્દીઓ હોમ આઈસોલેશનમાં રખાયા છે જ્યારે . 265 પૈકી 11 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અમદાવાદમાં માતા બાદ નવજાત શિશુ પણ કોરોના ગ્રસિત થયા બંનેને કોરોન્ટાઇન કરાયા છે.
જો કોરોનાથી થતા મૃત્યુની વાત કરીએ તો, 7 લોકોનાં મોત પણ થયા છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 1710 લોકો કોરોનાને હરાવીને સ્વસ્થ પણ થયા છે. મહારાષ્ટ્રમાં 2 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે પંજાબ, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક અને ગુજરાતમાં દરેકના 1-1 મોતની પુષ્ટિ થઈ છે. આરોગ્ય વિભાગે રાજ્યોને સતર્ક રહેવા અને પરીક્ષણ, ટ્રેસિંગ અને રસીકરણને પ્રાથમિકતા આપવા સૂચના આપી છે. કોરોનાના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને, ફરી એકવાર માસ્ક પહેરવા અને ભીડથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. ઉલ્લેખનિય છે કે, ભારતમાં હાલમાં સૌથી વધુ ફેલાતો પ્રકાર JN.1 છે.
અરુણાચલ પ્રદેશમાં કોવિડ-19 નો વધુ એક કેસ નોંધાયો, કુલ કેસ વધીને ૩ થયા
અરુણાચલ પ્રદેશમાં 51 વર્ષીય એક વ્યક્તિનો કોવિડ-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, જેનાથી રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા ત્રણ થઈ ગઈ છે, એમ એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ શનિવારે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ વ્યક્તિનો 28 મેના રોજ રામકૃષ્ણ મિશન હોસ્પિટલમાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તે કોરોનાવાયરસથી સંક્રમિત મળી આવ્યો હતો. અરુણાચલ પ્રદેશમાં અગાઉ 27 મેના રોજ નવા કોવિડ-19 વેરિઅન્ટના બે કેસ નોંધાયા હતા.
બિહારમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો
બિહારમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં પટનામાં સાત લોકો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમાંથી NMCHમાં ત્રણ દર્દીઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે બે ખાનગી લેબમાં ચાર દર્દીઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આમાં NMCHનો એક ઇન્ટર્ન મેડિકલ વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે.
ઓક્સિજન અંગે આજે મોક ડ્રીલ હાથ ધરવામાં આવશે
શનિવારે રાજ્યભરમાં ઓક્સિજન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મોક ડ્રીલ હાથ ધરવામાં આવશે. કોવિડના સંક્રમણને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને PSA ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ (PSA પ્લાન્ટ્સ) અને તેમની આરોગ્ય સંસ્થાઓમાં સ્થાપિત એકંદર ઓક્સિજન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતા અને કાર્યક્ષમતાનું પરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ક્રમમાં, શનિવારે બિહારની સરકારી હોસ્પિટલોમાં એક મોક ડ્રીલ હાથ ધરવામાં આવશે. આરોગ્ય વિભાગે કહ્યું છે કે મોક ડ્રીલનો હેતુ સંભવિત કોવિડ સંક્રમણના કિસ્સામાં ઓક્સિજનનો અવિરત પુરવઠો જાળવવાનો છે.





















