શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં આજથી શરૂ થશે તમામ RTO? કઈ કઈ બાબલતોનું રાખવું પડશે ધ્યાન? જાણો વિગત
કોરાનાની મહામારીના કારણે લોકડાઉન જાહેર કરાયું હોવાથી છેલ્લા બે મહિનાથી આરટીઓ કચેરી બંધ હતી.
અમદાવાદઃ જરાતની આરટીઓ કચેરીઓ આજથી રાબેતા મુજબ શરુ કરાશે. સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે આરટીઓ કચેરી બહાર સફેદ રંગથી એક મીટરના અંતરે ગોળ સર્કલ બનાવશે. લાઇસન્સ સબંધીત કામગીરી માટે ઓનલાઇન એપાઇન્ટમેન્ટ લેનાર અરજદારે ફરજિયાત હાજર રહેવું પડશે, તેમજ શનિવાર તથા રવિવારે પણ સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી ડ્રાઇવિગ ટેસ્ટ આપી શકાશે.
અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, બનાસકાંઠા, મહેસાણા, ભૂજ ખાતે ડ્રાઇવિંગ લાયસન્સની કામગીરી શનિ-રવિવારે પણ હાથ ધરાશે.
કોરાનાની મહામારીના કારણે લોકડાઉન જાહેર કરાયું હોવાથી છેલ્લા બે મહિનાથી આરટીઓ કચેરી બંધ હતી. સરકારી કચેરીઓ ગઈ કાલ શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે આરટીઓ કચેરીઓ ચાર જૂનથી રાબેતા મુજબ શરુ કરાશે. જેમાં ખાસ કરીને કોરોના વાઇરસનું સંક્રમણ થાય નહી માટે આરટીઓ કચેરી બહાર સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે ગોળ સર્કલ બનાવીને લાઇનમાં નંબર પ્રમાણે કામગીરી કરવી તથા આવનારા તમામ અરજદોરો અને કર્મચારીઓએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે.
વાહનના લાઇસન્સને લગતી કામગીરી માટે એપાઇન્ટમેન્ટ ફરિયાત લેવાની રહેશે અને નિયત તારીખે અરજદાર હાજર નહીં રહે તો ફરી વખત એપોઇન્ટમેન્ટ લેવી પડશે. ડ્રાઇવિંગ ટેસ્ટ સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી આપી શકાશે. ઉપરાંત શિખાઉ લાયસન્સની મુદત પુરી થઇ હોય તેવા કિસ્સામાં તા.૨૧-૦૩-૦૨૦થી તા.૩૧ -૦૭-૨૦૨૦ સુધી જે અરજદારો લાઇસન્સની સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય તેવા અરજદારોએ આગામી તા.૩૧-૦૭-૨૦૨૦ સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે. જેનાં માટે કોઇ વધારાની ફી અરજદારે ભરવાની રહેશે નહી. આરટીઓ કચેરીના કર્મચારીઓ પણ ઓને લાઇન એપોઇન્ટમેન્ટ મેળવનારા અરદારાનું કામકાજ ઓછા સમયમાં અને નિયત થયેલી તારીખે પૂર્ણ કરાવું, જેથી અરજદારોને ધક્કા ખાવા ન પડે તેવી પણ વડી કચેરી દ્વારા સૂચના આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion