શોધખોળ કરો

Rain Alert: ઓગસ્ટ મહિનામાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઓગસ્ટમાં સારા વરસાદની આગાહી કરી છે. તેમની આગાહી મુજબ ઓગસ્ટ મહિનામાં વરસાદ ભૂક્કા બોલાવશે.

Ambalal patel Rain prediction: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઓગસ્ટમાં સારા વરસાદની આગાહી કરી છે. તેમની આગાહી મુજબ ઓગસ્ટ મહિનામાં વરસાદ ભૂક્કા બોલાવશે. તેમના જણાવ્યા અનુસાર, 15 ઓગસ્ટથી દેશભરમાં ચોમાસું સિસ્ટમ સક્રિય થશે. ચોમાસુ સક્રિય થતાં દેશમાં ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અરબ સાગરમાં સાયકલોનની સર્ક્યુલેશનના કારણે અરબ સાગર પર સક્રિય થશે અને 22 ઓગસ્ટ સુધી  દક્ષિણ સોરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

અંબાલાલે નદીઓમાં પૂરની શક્યતા વ્યક્ત કરી 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલમાં વરસાદી ઝાપટા રહેશે  12 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા વધવાની શક્યતા રહેશે. 19 થી 22માં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ બની શકે છે.

બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે

17મી ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે જેનો ટ્રેક મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના ભાગોમાં આવતા તારીખ 20 ઓગસ્ટથી ઓગસ્ટના અંતમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતા કોઈ ભાગોમાં પૂરની સ્થિતિ રહેશે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ સાનુકૂળ સ્થિતિ હશે તો ડીપ ડિપ્રેશન બની શકે છે. તારીખ 13 થી 14 ઓગસ્ટમાં ભારતમાં ચોમાસું સક્રિય થશે એટલે ખેડૂત ભાઈઓને વરસાદની ચિંતા કરવા જેવુ નથી.

20 ઓગસ્ટની આસપાસ મધ્યપ્રદેશ, વડોદરા,  નવસારી, સુરત, આહવા, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સોરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. સાપુતારા, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, વડોદરા, મહીસાગર, પંચમહાલ, ઉતરમાં સાબરકાંઠા, ઉતર ગુજરાત, કચ્છ, ઉતર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

રાજ્યમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67.11 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.47 ટકા, પૂર્વ મધ્યમાં 64.87 ટકા, સૌરાષ્ટ્રમાં 55. 11 ટકા વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમ 82.91 ટકા ભરાયો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 67.97 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 63 ટકા નોંધાયો છે. રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
Embed widget