શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી 

રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર,  આગામી 23 થી 26 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.  

ગાંધીનગર: રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર,  આગામી 23 થી 26 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.  દક્ષિણ ગુજરાત અને સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. 

ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 8થી 10 ઈંચ  વરસાદની શક્યતાને લઈ પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  પંચમહાલ,સાબરકાંઠા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અતિભારે વરસાદથી જળાશયો અને બંધોમાં પાણીમાં આવક વધશે અને પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.  21થી 23 ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્રમાં હળવાથી લઈ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.  

છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં ખાબક્યો વરસાદ

રાજ્યમાં ફરીથી વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. ગઇકાલથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. 97 તાલુકાઓમાં પડેલા વરસાદમાં સૌથી વધુ ડાંગમાં ચાર ઇંચ ખાબક્યો છે, આ ઉપરાંત નવસારીના ચીખલી અને ક્વાન્ટમાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. ખાસ વાત છે કે, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. 

આ તરફ નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગણદેવી અને ચીખલી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. નવસારી શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ શહેરમાં બપોર સમયે વરસાદ શરૂ થયો છે. શહેરમાં આવેલા કબીરપોર કાલિયાવાડી, જુનાથાણા સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં પ્રસરી ઠંડક છે.

રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં અમૂક તાલુકાઓમાં આજે પણ વરસાદી ઝાંપટા પડી શકે છે. ગઇકાલથી એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 97 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના ડાંગમાં ખાબક્ય છે, ડાંગમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં પડેલા વરસાદના આંકડા અહીં બતાવવામાં આવ્યા છે. 

24 કલાકમાં રાજ્યના 97 તાલુકાઓમાં વરસ્યો વરસાદ

ડાંગમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ
નવસારીના ચીખલીમાં ત્રણ ઈંચ વરસાદ
ક્વાંટ તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ
પલસાણા, નાંદોદમાં અઢી-અઢી ઈંચ વરસાદ
ગારીયાધારમાં અઢી ઈંચ વરસાદ
છોટાઉદેપુર, પાવીજેતપુરમાં સવા બે ઈંચ વરસાદ
ભરૂચ, ડોલવણમાં બે-બે ઈંચ વરસાદ
સાગબારા, ગણદેવીમાં 2-2 ઈંચ વરસાદ
ખેરગામ, કઠલાલ, લીલીયામાં પોણા બે ઈંચ વરસાદ
બોડેલી, શિનોર, કપરાડામાં દોઢ-દોઢ ઈંચ વરસાદ
કામરેજ, ધરમપુરમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ

આ પણ વાંચો

Rain: તહેવારોમાં જ મેઘરાજા ગુજરાતને ઘમરોળશે, જાણો કઇ તારીખોમાં છે વરસાદની લેટેસ્ટ આગાહી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

Embed widget