શોધખોળ કરો

રેમડેસિવીર ઇન્જેક્શનની અછત વચ્ચે હવે ગુજરાતનાં આ શહેરમાં કોરોના ટેસ્ટિંગની કીટની અછત સર્જાઈ

રાજ્યમાં ફરી કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. દિવસેને દિવસે કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે પહેલીવાર 3500થી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે.

રાજ્યમાં રેમડેસિવીર ઈંજેકશનની અછત વચ્ચે હવે કોરોના ટેસ્ટ માટેની ટેસ્ટિંગ કીટની અછત સર્જાઈ છે. કોરોના ટેસ્ટિંગ કીટની અછત સુરેંદ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં સર્જાઈ છે. ટેસ્ટિંગ કીટની અછતના કારણે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સવારના સમયે માત્ર 50ની મર્યાદામાં જ ટેસ્ટ કરવામાં આવે છે. તો અર્બન હેલ્થ સેંટરમાં માત્ર 25ના જ ટેસ્ટ કરવામાં આવે છે.

લોકો ટેસ્ટ કરાવવા આવતા નથી તેવું પણ નથી. દરરોજ 200 લોકોની ટેસ્ટિંગ માટે લાઈનો લાગે છે. પરંતું પ્રથમ 50ના ટેસ્ટ કરાયા બાદ બાકીના તમામને સીધા જ બીજા દિવસે સવારે આવજો કહીને રવાના કરી દેવાય છે. એબીપી અસ્મિતાના સંવાદદાતાએ રિયાલીટી ચેક કર્યું તો બપોર બાદ ટેસ્ટિંગ બંધ જોવા મળ્યું. સબંધિત અધિકારીઓનો સંપર્ક કરતા કોરોના ટેસ્ટ માટેની રેપિડ એંટિજન કીટોની અછત હોવાનો સ્વીકાર કર્યો.

નોંધનીય છે કે, રાજ્યમાં ફરી કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. દિવસેને દિવસે કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે પહેલીવાર 3500થી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના 3575  કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 22 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. ગઈકાલે  2217 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં અત્યાર સુધી 3,05,149 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 

રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 18 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે. જેમાંથી 175 લોકો વેન્ટિલેટર પર અને 18509 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.90  ટકા છે. 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 6,  સુરત કોર્પોરેશનમાં 8,  સુરતમાં-2,બનાસકાંઠા, ભાવનગર કોર્પોરેશન, મહીસાગર, મહેસાણા, પંચમહાલ અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 દર્દીના મોત સાથે કુલ 17 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંક વધીને 4620 પર પહોંચી ગયો છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 804,  સુરત કોર્પોરેશનમાં 621, રાજકોટ કોર્પોરેશનમાં 395, વડોદરા કોર્પોરેશનમાં 351, સુરત 198, વડોદરા 124, પાટણ 111, વડોદરા-106, જામનગર કોર્પોરેશન 96,  રાજકોટ 95, જામનગરમાં 79, ભાવનગર કોર્પોરેશન-66, મહેસાણામાં-66, ગાંધીનગર કોર્પોરેશન-40,ગાંધીનગર-39, કચ્છ-38, મહીસાગર-37, પંચમહાલ-37, ખેડા-32, મોરબી-31, દાહોદ-29, બનાસકાંઠા-26, ભાવનગર-24, ભરૂચમાં 22, જુનાગઢ-22, જુનાગઢ કોર્પોરેશન-21, અમરેલી-2-, અમદાવાદ-19,આણંદ-19, નર્મદા-19, સાબરકાંઠા-19, વલસાડ-19, નવસારી-15, દેવભૂમિ દ્વારકા-14, ગીર સોમનાથ-13 અને સુરેન્દ્રનગરમાં 11 કેસ નોંધાયા હતા. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 71,86,613 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 8,74,677 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ-80,61,290 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
Panchmahal: પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ખુલાસો, વર્ષ 2024માં 600થી વધુ લગ્નની થઈ નોંધણી
Panchmahal: પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ખુલાસો, વર્ષ 2024માં 600થી વધુ લગ્નની થઈ નોંધણી
JEE Advanced 2026: IIT રૂડકીએ JEE Advanced 2026 માટે બદલ્યા નિયમો, હવે પરીક્ષા આપી શકશે ફક્ત આ ઉમેદવારો
JEE Advanced 2026: IIT રૂડકીએ JEE Advanced 2026 માટે બદલ્યા નિયમો, હવે પરીક્ષા આપી શકશે ફક્ત આ ઉમેદવારો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
'બહાર ખાવા જઈએ તો અડધા પૈસા આપવાનું કહે છે પતિ', છૂટાછેડા માટે કોર્ટ પહોંચી મહિલા
'બહાર ખાવા જઈએ તો અડધા પૈસા આપવાનું કહે છે પતિ', છૂટાછેડા માટે કોર્ટ પહોંચી મહિલા
Embed widget