શોધખોળ કરો
Advertisement
રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી હારી જાય તો શું થાય? અમિત ચાવડાએ શું આપ્યો જવાબ? જાણો વિગત
ભરતસિંહ સોલંકી બીજા ઉમેદવાર છે તેથી તેમના માટે સ્થિતી થોડી કપરી છે તેવું પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ કબૂલ્યું છે
ગાંધીનગરઃ ગુજરાતમાં યોજાનારી રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસે બંને ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ મોવડી મંડળે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી બંનેને ચૂંટણી લડાવવાનો નિર્ણય કરતાં રાજ્યસભાની ચૂંટણી રસાકસીભરી બની ગઈ છે.
કોંગ્રેસના બે ઉમેદવારો પૈકી શક્તિસિંહ ગોહિલ પહેલા ઉમેદવાર છે તેથી કોંગ્રેસ તેમને જીતાડવા માટે પાકો બંદોબસ્ત કરશે. ભરતસિંહ સોલંકી બીજા ઉમેદવાર છે તેથી તેમના માટે સ્થિતી થોડી કપરી છે તેવું પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ કબૂલ્યું છે.
એક ટોચના ગુજરાતી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં ચાવડાએ સ્વીકાર્યું કે, શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પહેલા ઉમેદવાર છે અને ભરતસિંહ બીજા ઉમેદવાર છે તેથી તેમણે રસાકસીનો સામનો કરવો પડશે. ચાવડાએ એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે, અમારી ગણતરી પાકી છે તેથી અમારા બંને ઉમેદવારો જીતશે. જો કે તેમણે અક સવાલના જવાબમાં એમ પણ કહ્યું કે, ભરતસિંહ સોલંકી હારી જાય તો પણ કોઈ નિરાશા કે નારાજગીનો પ્રશ્ન નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement