Amreli : ભાજપના નેતાએ મહિલાના ઘરે જઈ તેને પલંગ પર સૂવડાવીને કપડાં ઉચાં કરીને માણ્યું શરીર સુખ, પછી શું કર્યું ?
તે મારી એકદમ નજીક આવતાં હું મારા રૂમમાં જતી રહેલ તો આ પ્રફુલભાઈ પણ મારી રૂમમાં આવેલ અને મને બથ ભરી સેટીમાં બળજબરી સુવડાવી દીધેલ. જેથી મેં તેને કહેલ કે તમારી ઘરે જતા રહો.
અમરેલીઃ વાવાઝોડામાં સહાયના અપાવવાના નામે મહિલા સાથે દુષ્કર્મની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. સાવરકુંડલાના થોરડી ગામની મહિલાએ ગામના આગેવાન સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ભાજપના આગેવાન પ્રફુલ વેકરિયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. ગત તા - 02/08 ના રોજ બની ઘટના હતી. જેને લઈને મહિલાએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પીડિતા મહિલાએ આપેલી ફરિયાદ પ્રમાણે ગત 2 ઓક્ટોબર રાતે 8.30 વાગ્યે મહિલા ઘરે એકલા હતા, ત્યારે પ્રફુલભાઈ ઘરે આવ્યા હતા. તેમજ કહ્યું હતું કે, વાવાઝોડામાં તમારા મકાનમાં થયેલા નુકસાનની સહાય મળવી છે. તમને સહાય મળી જશે તેવી વાતચીત કરી હતી. તેમજ આ સમયે મહિલાની એકલતાનો લાભ લઈ મહિલાને પરાણે શેટી પર સુવડાવી કપડા ઉંચા કરી પરાણે શરીરસંબંધ બાંધ્યા હતા.
ફરિયાદી પોતે વિધવા છે અને ત્રણ સંતાનોની માતા છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, 2 ઓક્ટોબરે સાંજે કામેથી આવ્યા પછી તેમણે ગામના સરપંચ પ્રફુલભાઈને વાવાઝોડામાં મકાન પડી ગયું હોવાથી તેની સહાય માટે ફોન કર્યો હતો. દરમિયાન તેઓ એકલા હતા અને નાનો દીકરો નોકરી પર ગયો હતો, ત્યારે સાંજે સાડા આઠેક વાગ્યના સમયે પ્રફુલભાઈ ઘરે આવ્યા હતા. તેમજ વાવાઝોડાની સહાય મળી જશે, તેમ કહ્યું હતું. મહિલાએ જણાવ્યું હતું કે, તે મારી એકદમ નજીક આવતાં હું મારા રૂમમાં જતી રહેલ તો આ પ્રફુલભાઈ પણ મારી રૂમમાં આવેલ અને મને બથ ભરી સેટીમાં બળજબરી સુવડાવી દીધેલ. જેથી મેં તેને કહેલ કે તમારી ઘરે જતા રહો. મારી સાથે આવું અસભ્ય વર્તન કરોમા. તેમ છતાં પ્રફુલભાઈ મારા કપડા ઉંચા કરી, અંતરવસ્ત્ર પરાણે કાઢી શરીરસંબંધ બાંધ્યો હતો. તેમજ મને કહેવા લાગેલ કે વારે વારે સહાય અંગે શું પુછ્યા કરો છો તેમ કહી ગાળો આપી મારા ઘરેથી જરતો રહેલ.
જોકે, પહેલા તો મહિલાએ આબરુ જવાની બીકે ફરિયાદ નોંધાવી નહોતી, પરંતુ તેમનો મોટો દીકરો આવ્યા પછી તેને વાત કરતા તેમે હિંમત આપી હતી. તેમજ શરીરમાં નબળાઇ આવતા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.