શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમરેલીમાં ધોધમાર વરસાદથી કઈ નદીમાં પૂર આવતાં લોકો જોવા ટોળે વળ્યા ? જાણો વિગત
અમરેલીના બગસરા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સુડાવડ તેમજ ઉપરવાસમાં વરસાદના કારણે શાપર ગામની સ્થાનિક નદીમાં પુર આવ્યું હતું.
અમરેલીઃ અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થતા સાઈકલોનીક સર્ક્યુલેશન સક્રિય થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની કરેલી આગાહી મુજબ રવિવારે સાંજે અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો હતો.
અમરેલીના બગસરા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સુડાવડ તેમજ ઉપરવાસમાં વરસાદના કારણે શાપર ગામની સ્થાનિક નદીમાં પુર આવ્યું હતું. પુરના પાણીને જોવા લોકો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર, ખંભાળીયા, પીઠવાજાળ, ફતેપુર, ગાવડકા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોના કપાસ સહિતના પાકને નુકસાન થવાની શક્યતા છે.
આ ઉપરાંત ધારીના ગોપાલગ્રામ, આંબરડી, ચલાલા સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો હતો.. આ ઉપરાંત નાના ભંડારીયા, પીપળલગ, વેણીવદરમાં પણ વરસાદ પડ્યો હતો. પાછોતરા વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દુનિયા
સ્પોર્ટ્સ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion