Amreli: સાવરકુંડલામાં નાવલી નદી પર બનશે રિવરફ્રન્ટ, ભૂપેન્દ્ર પટેલે 122 કરોડના વિકાસકાર્યોનું કર્યુ ખાતમુહૂર્ત
Amreli News: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન સાવરકુંડલા ખાતે રૂપિયા ૧૨૨ કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યા હતા
Amreli News: આજે રાજ્યના મુખ્યમંત્રી અમરેલી જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. અહીં તેમને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કુલ 122 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત સંપન્ન કર્યુ હતુ. આ ઉપરાંત સીએમે સાવરકુંડલામાં આરામ ભવન, સી.સી.રોડ સહિતના વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કર્યુ હતુ.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન સાવરકુંડલા ખાતે રૂપિયા ૧૨૨ કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યા હતા. સાવરકુંડલા શહેરમાંથી પસાર થતી નાવલી નદીના રિવરફ્રન્ટ તેમજ ગટર યોજના - ૨ નુ ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે જ સાવરકુંડલા APMC ના પટાંગણમાં ખેડૂત આગેવાન 'ભગવાન બાપા' ની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ એક જાહેરસભાને પણ સંબોધી હતી. આ સંબોધન દરમિયાન તેમને રાજ્યની સરકાર દ્વારા થઈ રહેલા વિકાસ કાર્યો અંગે માહિતી આપી હતી. આ સાથે જ તેઓ સાવરકુંડલા નજીક આવેલા 'માનવ મંદિર આશ્રમ' તેમજ કાના તળાવ ગામે આવેલા શિવ દરબાર આશ્રમની મુલાકાત પણ લીધી હતી. સાવરકુંડલાથી પછી તેઓ અમરેલી તાલુકાના ચાડીયા ગામે પહોચ્યા હતા જ્યા માતૃભૂમિ વંદના મહોત્સવમાં ભાગ લીધો હતો. અહીં તેમને બાબુભાઈ પેથાણી સરોવરનુ ભુમીપૂજન કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નાવલી રિવરફ્રન્ટ તથા ભૂગર્ભ ગટર યોજના સહિતનાં કુલ ₹122 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું.… pic.twitter.com/L6azEK6X9c
— CMO Gujarat (@CMOGuj) November 5, 2024
આ પણ વાંચો
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ