શોધખોળ કરો
Advertisement
અમરેલી: બાબરામાં બુધવારી બજારમાં મહિલાઓ પર લાઠીચાર્જ કરનારા મહિલા PSIને કરાયા સસ્પેન્ડ
અમરેલીના બાબરાના નદીના પટમાં ભરાતી બુધવારી બજારમાં પાથરણાવાળી મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો હતો.
અમરેલી: બાબરામાં બુધવારી બજારમાં પાથરણવાળાને હટાવતી વખતે પોલીસની દબંગાઈ સામે આવી હતી. પોલીસે પાથરણાવાળી મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો હતો. મહિલા PSI દીપિકા ચૌધરીએ મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો હતો. તેના બાદ મહિલાઓમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને મહિલા પીએસઆઈ પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઘટના બાદ લાઠીચાર્જ કરનારી PSI દીપિકા ચૌધરી સસ્પેંડ કરાયા છે.
અમરેલીના બાબરાના નદીના પટમાં ભરાતી બુધવારી બજારમાં બેસતા ફેરિયાઓને દૂર કરવાની અમરેલી પોલીસની આ પદ્ધતિ ચર્ચાનું કેંદ્ર બની હતી. નદીના પટાંગણમાં ખુલ્લામાં પથારા પાથરી મહિલાઓ જૂના કપડાઓ વેચી પોતાનું ગુજરાન ચલાવતી હોય છે. પોલીસે ઈચ્છયું હોત તો સૂચના આપીને પણ દબાણો દૂર કરાવી શકાયા હોત..પણ પીએસઆઈ દીપિકા ચૌધરીએ મહિલાઓ પર લાઠી ફટકારતા મહિલાઓમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો.
ધારાસભ્ય વીરજી ઠુમ્મરે પણ આ ઘટનાને વખોડી કાઢી હતી. પીએસઆઈ સામે પગલાં લેવાની માગ કરી હતી. તેના બાદ મહિલા PSIને સસ્પેંડ કરાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement