શોધખોળ કરો
Advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટણ જિલ્લામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, જાણો વિગતો
ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વારાજની ચૂંટણીઓ નજીક છે ત્યારે ભાજપ કૉંગ્રેસ બંનેએ તૈયારીઓ શરૂ કરી છે. ચૂંટણી પંચે રાજ્યમાં સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારી શરૂ કરી દીધી છે.
પાટણ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટણ જિલ્લામાં કૉંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. ભાજપના સન્માન સમારોહ કાર્યક્રમમાં દૂધ સાગર ડેરીના વાઇસ ચેરમેન અમૃતભાઈ દેસાઈ, જાણીતા ઉદ્યોગપતિ નરેશભાઈ પટેલ, સંડેર ગામના સરપંચ, લણવા ગામના કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા છે.
હાલમાં જ દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત અશોક ચૌધરીનો વિજય થયો છે. ત્યારે આજે યોજાયેલા ભાજપના સન્માન સમારોહ કાર્યક્રમમાં પાટણ કૉંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે.
ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વારાજની ચૂંટણીઓ નજીક છે ત્યારે ભાજપ કૉંગ્રેસ બંનેએ તૈયારીઓ શરૂ કરી છે. ચૂંટણી પંચે રાજ્યમાં સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારી શરૂ કરી દીધી છે. ફેબ્રુઆરી મહીનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં આ વખતે ઘણા પક્ષો સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાના છે. આમ આદમી પાર્ટીએ તો ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી દીધી છે. છોટુ વસાવાની બીટીપી પાર્ટી પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement