Navsari: નવસારી હાઈવે પર એક બાદ એક કુલ ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો
આગળ જતી એક કારના ચાલકને ઓચિંતા બ્રેક મારવાની ફરજ પડતા પાછળ આવતી એક બાદ એક એમ ચાર વાહનો અથડાયા હતા.
નવસારી: નવસારી નેશનલ હાઈવે પર અકસ્માતની હારમાળા સર્જાઈ છે. સીસોદ્રા ઓવરબ્રિજ પર એક સાથે ચાર વાહનો એક બાદ એક અથડાયા હતા. આગળ જતી એક કારના ચાલકને ઓચિંતા બ્રેક મારવાની ફરજ પડતા પાછળ આવતી એક બાદ એક એમ ચાર વાહનો અથડાયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
જોકે વાહનોને વ્યાપક નુકસાન થયું છે. એક બાદ એક ચાર કાર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતની જાણ સ્થાનિક પોલીસ તથા હાઈવે ઓથોરિટીને થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.
Uttarayan 2023: ઉત્તરાયણના દિવસે પવની ગતિ કેટલી રહેશે ? જાણો રાજ્યમાં ફરી ક્યારથી ઠંડી ભૂક્કા કાઢશે
હાલ રાજ્યમાંથી ઠંડી લગભગ ગાયબ થઈ ગઈ છે. આ દરમિયાન આજે હવામાન વિભાગે જણાવ્યું કે, આજે અને આવતીકાલ માટે તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. પરંતુ બે દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. 13 જાન્યુઆરીથી ઠંડીમાં વધારો થશે. 13 જાન્યુઆરીથી ત્રણ દિવસ તાપમાન ઘટતા ઠંડીનું જોર વધશે. અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 10 થી 11 ડિગ્રી રહી શકે છે. ઉત્તરાયણના દિવસે દિવસે પવનની ગતી 10 km પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જ્યારે કેટલાક સ્થળો ઉપર પવનની ગતિ 20 km પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. નલિયામાં પણ શીત લહેરની શક્યતા બની શકે છે.
લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત
ગુજરાતમાં ઠંડીમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત બીજા દિવસે જારી રહ્યો છે. ગત રાત્રિએ રાજ્યભરમાં સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. જોકે, ત્યારબાદના બે દિવસમાં લઘુતમ તાપમાન 2-3 ડિગ્રી ઘટતાં ઠંડીમાં સાધારણ વધારો થઇ શકે છે. ગત રાત્રિએ 12.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં ચાર દિવસમાં 10 ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે.
અમદાવાદમાં 16.7 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના છે. આજે દિવસ દરમિયાન અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન સામાન્યથી ૩ ડિગ્રી વધીને 30.6 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં 17.2 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો.