Botad: તાલુકા પંચાયતમાં 9 લાખથી વધુની ઉચાપત, DDOએ કર્મચારીને સસ્પેન્ડ કર્યો
બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનીયા દ્રારા હાલમાં બરવાળા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા સંજય મહેતાને નાણાની ઉચાપતને લઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બોટાદ: બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનીયા દ્રારા હાલમાં બરવાળા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા સંજય મહેતાને નાણાની ઉચાપતને લઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંજય મહેતા દ્રારા 2019 - 2020 દરમિયાન બોટાદ તાલુકા પંચાયત ખાતે નાયબ મદદનીશ તરીકે ફરજ બજાવતા હતા તે સમય દરમિયાન સત્તાનો દુરુપયોગ કરી સંજય મહેતા દ્રારા TDOએ રદ કરેલ ચેકમાં સંજય મહેતા દ્રારા સહી કરી રૂપિયા 9,24,681 રૂપિયા ઉપાડી લીધા હતા.
આ તમામ રકમ પોતાના અંગત સગાઓના ખાતામાં જમા કરાવેલ જે બાબતને લઈ હાલ ઓડિટ દરમિયાન સમગ્ર મામલો પ્રકાશમાં આવતા જેને લઈ નાણાની ઉચાપત મામલે સંજય મહેતાની પૂછપરછ કરતા તેમણે આ ઉચાપતનો સ્વિકાર કરેલ તેવું જિલ્લા વિકાસ અધિકારી દ્રારા પોતાના નિવેદનમાં જણાવેલ જે બાબતે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ વધુ તપાસ બોટાદ જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવી છે તેમ બોટાદ જિલ્લા વિકાસ અધિકારી દ્રારા જણાવવામાં આવ્યું હતું.
વાયબ્રન્ટ ગુજરાતથી ગુજરાતના ગામડા બન્યા આત્મનિર્ભર, ત્રણ પંચાયતમાં દર વર્ષે એક કરોડથી વધુની આવક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત હવે વાયબ્રન્ટ ગુજરાતના દસમી આવૃતિના આયોજન તરફ આગળ વધી રહ્યું છે. વાયબ્રન્ટ ગુજરાતથી ગુજરાતના ગામડા વાયબ્રન્ટ અને આત્મનિર્ભર બન્યા છે. સાણંદ GIDCએ સંપાદન કરેલા 4 ગ્રામ પંચાયતની 10 વર્ષની વ્યવસાય વેરાની આવક 20 કરોડ રૂપિયાથી વધુ થઇ છે. કંપનીઓ દ્વારા ચૂકવાતા વેરાથી ત્રણ પંચાયતમાં દર વર્ષે એક કરોડથી વધુની આવક થઇ રહી છે.
20 વર્ષ પહેલા વર્ષ 2003માં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટના સફળ આયોજનના પરિણામે ગુજરાત આજે એક ઔદ્યોગિક હબ બનીને ઊભું છે. છેવાડાના માનવી સુધી વિકાસના મીઠા ફળ પહોંચાડવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાના લીધે આજે ગુજરાતના ગામડાઓ સુધી આર્થિક સુખાકારી પહોંચી છે. અમદાવાદના સાણંદ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં વિશ્વની જાણીતી કંપનીઓએ એકમો સ્થાપિત કર્યા છે અને તેના પરિણામે આસપાસના ગામડાઓમાં વસતા લોકોના જીવનમાં, આર્થિક અને સમાજિક ઉત્થાનનો નવો અધ્યાય શરૂ થયો છે.
સાણંદ-2 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ દ્વારા આસપાસના 4 ગામોની 2003 હેક્ટર જમીનને સંપાદિત કરવામાં આવી હતી. તેમાં બોળ, હીરાપુર, શિયાવાડા અને ચરલ ગામનો સમાવેશ થાય છે. અહીં કંપનીઓએ એકમો સ્થાપિત કર્યા બાદ ગ્રામ પંચાયતને વ્યવસાય વેરાની આવક શરૂ થઇ છે. વર્ષ 2012-13 થી 2021-22 સુધીના સમયગાળામાં સૌથી વધુ બોળ ગામને ₹ 13 કરોડથી વધુનો વેરો પ્રાપ્ત થયો છે. ત્યારબાદ હીરાપુર (₹ 3.95 કરોડ), ચરલ (₹ 1.97 કરોડ) અને શિયાવાડાને ₹ 1.31 કરોડનો વ્યવસાય વેરાની આવક થઇ છે.
ગામ વ્યવસાય વેરાની આવક (2012-13 થી 2021-22 સુધી)
બોળ ₹ 13,09,57,379
હીરાપુર ₹ 3,95,77,491
ચરલ ₹ 1,97,00,669
શિયાવાડા ₹1,31,32,343
કુલ ₹20,33,67,882
શૂન્યમાંથી વેરાની આવક કરોડો સુધી પહોંચી
વર્ષ 2012-13માં આ ચાર ગામડાઓમાં વ્યવસાય વેરાની આવક શૂન્ય હતી. જે વર્ષ 2021-22માં સમયાંતરે વધતાં એક કરોડથી વધુ પહોંચી છે. વર્ષ 2021માં બોળ ગામની આવક 2.4 કરોડ રૂપિયા, હીરાપુર ( 93.25 લાખ રૂપિયા), ચરલ ( 29.45 લાખ રૂપિયા) અને શિયાવાડાની આવક 35.26 લાખ રૂપિયા થઇ છે.