શોધખોળ કરો
રાજ્યના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં, ચેપ લાગતા થયા હોમ કોરેન્ટાઈન
જરાતમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના નવા 1070 કેસ નોંધાયા છે.

અમદાવાદઃ રાજ્યના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને કોરોનાનો ચેપ લાગ્યો છે. કોરોનાથી સંક્રમિત થતા હાલમાં બળદેવજી ઠાકોર હોમ કોરેન્ટાઈન થયા છે. નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના નવા 1070 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 200, સુરતમાં 144, વડોદરામાં 104, રાજકોટમાં 87, જામનગરમાં 18 અને ગાંધીનગરમાં નવા 21 પોઝિટીવ કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં વધુ 6 દર્દીના કોરોનાથી મોત થયા છે. રાજયમાં હવે કુલ મૃત્યુઆંક વધીને 3 હજાર 803 પર પહોંચી ચૂક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં 1001 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસ છે 12 હજાર, 575 છે જેમાના 67 દર્દી વેંટિલેટર પર છે. તો દેશમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 41,100 નવા કેસ નોંધાયા છે. તો 449 દર્દીએ જીવ ગૂમાવ્યો છે. ઉપરાંત 42 હજાર, 156 દર્દી સ્વસ્થ પણ થયા છે.
વધુ વાંચો





















