શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં વધુ એક કોરોના વોરિયરનું મોત, અન્ય બીમારી હોવા છતાં ફરજ પર હતા હાજર
ગઈકાલે રાજ્યમાં 1126 કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3654 પર પહોંચ્યો છે.
અમદાવાદઃ બનાસકાંઠાથી કોરોના વોરિયરને લઈને ખરાબ સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં કોરોના વોરિયર ડૉ.ગીતાબેન પટેલનું નિધન થયું છે. તેઓ સિવિલ હોસ્પિટલમાં લાયઝન અધિકારી તરીકે ફરજ બજાવતા હતા.
ગીતાબેનને અન્ય બીમારી હોવા છતાં તેઓ હોસ્પિટલમાં કોરના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા હતા. જોકે તેમને કોરોનાનો ચેપ લાગતા તેમને ગાંધીનગર એપોલો હોસ્પિટલમાં તેમની સારવાલ ચાલી રહી હતી.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1126 કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3654 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,267 એક્ટિવ કેસ છે, જ્યારે 1,43,927 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 76 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,191 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,61,848 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement