Aravali: ભારે વરસાદથી બાયડના પ્રાતવેલ ગામે દીવાલ થઈ ધરાશાયી, વૃદ્ધનું મોત
અરવલ્લીમાં કાચા મકાનની દીવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે. બાયડના પ્રાતવેલ ગામે રહેણાંક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી.
Aravalli News: રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, અનેક સ્થળોએ ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન અરવલ્લીમાં કાચા મકાનની દીવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે. બાયડના પ્રાતવેલ ગામે રહેણાંક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. રાત્રી દરમિયાન વરસાદના કારણે દીવાલ ધરાશાયી થતાં વજાભાઈ ખાટ નામના વૃદ્ધનું મોત થયું હતું.
સુરતમાં ભારે વરસાદના કારણે એક બિલ્ડીંગની કમ્પાઉન્ડ દવાલ તૂટી પડતા 3 ફોર વહીલ ખાડી ખાબકી હતી.વરાછા ઝોનના પુણા કુંભારીયામાં સારથી રેસીડેન્સીની દિવાલ તુટી જતાં મસમોટો ખાડો પડી ગયો હતો, જેનું પુરાણ સુરત મનપા દ્વારા કરવામાં આવ્યું હતું.ખાડી કિનારે બનેલી સારથી રેસીડેન્સીની દિવાલ વરસાદના કારણે નબળી પડી હતી. દિવાલ તુટી જતાં પાલિકા- ફાયર તંત્ર દોડતું થયું હતું.
સુરત શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી ખાડીઓ બંને કાંઠે વહેતી થઈ છે. આજના વરસાદ અને ખાડીમાં વહેતા ધસમસતા પાણીના કારણે પુણા કુંભારીયા વિસ્તારમા એક રેસીડન્સી બિલ્ડીંગની દિવાલ તુટી પડી હતી. ખાડી કિનારે બનેલા આ બિલ્ડીંગની કમ્પાઉન્ડ વોલ તુટી જતાં છ જેટલા વાહનો ખાડીમાં ખાબક્યા હતા, જેના કારણે પાલિકા અને ફાયર તંત્ર દોડતું થયું હતું . ફાયર વિભાગે આવીને વાહનો બહાર કાઢ્યા હતા.
સુરતમાં પડેલા વરસાદના કારણે અનેક જગ્યાએ પાણીનો ભરાવો થયો હતો. દરમિયાન જિલ્લામાં પણ વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી ખાડીઓ બંને કાંઠે વહેતી થઈ છે. ખાડીઓ બન્ને કાંઠે વહેતી હોવા સાથે પાણીનો પ્રવાહ પણ ભારે જોવા મળી રહ્યો છે. સુરતમાં પડેલા વરસાદ અને ખાડીના પાણીના કારણે ખાડી કિનારે પુણા- કુંભારિયા વિસ્તારમાં બનેલી સારથી રેસીડેન્સીની પાર્કિંગની દિવાલ તુટી પડી હતી. આ દિવાલ તુટી પડતાં પાર્કિંગમાથી ત્રણ બાઈક અને ત્રણ કાર ખાડીમાં પડી ગયા હતા. આ ઘટનામાં વાહનોને નુકસાન થયું હતું. આ અંગેની જાણ પાલિકા અને ફાયર વિભાગને કરાતા તંત્ર દોડતું થયું છે અને વાહનો કાઢવાની કામગીરી હાથ ધરી છે., જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની ન થતાં તંત્રને રાહત થઈ હતી.
આ પણ વાંચોઃ
Adhik Maas Sawan Somwar 2023: આજે છે અધિક શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, જાણો કેમ છે ખાસ
Join Our Official Telegram Channel: