શોધખોળ કરો

Gujarat assembly by election: પોરબંદરથી ભાજપે ટિકીટ આપતા અર્જૂન મોઢવાડીયાને શું આપ્યું નિવેદન, જાણો 

અર્જુન મોઢવાડીયા કૉંગ્રેસમાંથી રાજીનામુ આપી અને ભાજપમા જોડાયા હતા. પોરબંદર વિધાસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે ભાજપ દ્વારા પાંચ ઉમેદવારોની જાહેરાત કરવામા આવી છે.

પોરબંદર: ગુજરાતમા હાલમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે.   અર્જુન મોઢવાડીયા કૉંગ્રેસમાંથી રાજીનામુ આપી અને ભાજપમા જોડાયા હતા. પોરબંદર વિધાસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે ભાજપ દ્વારા પાંચ ઉમેદવારોની જાહેરાત કરવામા આવી છે. તેમા પોરબંદર વિધાનસભા બેઠક પર અર્જુન મોઢવાડીયાના નામની જાહેરાત કરવામા આવી છે.

જેને પગલે તેમના સમર્થકો અને ભાજપમા ખુશની માહોલ જોવા મળી રહ્યો છે. ઉમેદવાર તરીકે અર્જુન મોઢવાડીયાનું નામ જાહેર થયા બાદ તેમણે પત્રકારો સાથેની વાતચીતમા  કેન્દ્ર અને ગુજરાતના ભાજપના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે એવુ પણ જણાવ્યુ હતુ કે લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા અને તેઓ જંગી બહુમતીથી વિજયી બનશે.  સાથે એમ પણ જણાવ્યું હતુ કે પોરબંદરના વિકાસ માટે અત્યારે સુધી પ્રયાસો થયા છે આગામીદિવસોમા પોરબંદરને પ્રવાસન ક્ષેત્રે વિકાસવા માટે પ્રયાસો કરવામા આવશે.  પોરબંદર બેઠક પર વર્ષોથી કૉંગ્રેસમાંથી લડતા અર્જુન મોઢવાડીયા હવે ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે પોરબંદરના રાજકારણમા નવા સમીકરણો જોવા મળી રહ્યા છે. જો કે કૉંગ્રેસે પોરબંદર વિધાનસભા બેઠક પર હજુ પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી ત્યારે કૉંગ્રેસનો નવો ચહેરો કોણ હશે તે જોવાનુ રહેશે.  

ભારતીય જનતા પાર્ટીએ સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે 4 રાજ્યોમાં પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ સિક્કિમમાં 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગુજરાતમાં 5, હિમાચલ પ્રદેશમાં 6, કર્ણાટકમાં 1 અને પશ્ચિમ બંગાળમાં 2 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

ભાજપે સિક્કિમમાં ઉમેદવારોની પ્રથમ યાદીમાં 14 નામોની જાહેરાત કરી હતી. હવે બીજી યાદી આવતાં જ 23 બેઠકો પર ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. અહીં કુલ 32 વિધાનસભા બેઠકો અને 1 લોકસભા બેઠક છે.

લોકસભાની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ થવાની છે. તેના માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રાજીનામું આપનાર ધારાસભ્યને ભાજપે ટિકિટ આપી છે.  જે પાંચ સીટ માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાં પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડીયા, વિજાપુરથી ચતુરસિંહ ચાવડા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગકુમાર પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નામની જાહેરાત કરવામાં આવી છે.            

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial         

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget