થર્ટી ફર્સ્ટ પહેલા જ રાજ્યના આ નાના શહેરમાં એક જ દિવસમાં અધધ 835 દારૂડિયાઓ ઝડપાયા
આજે વર્ષનો છેલ્લો દીવસ છે, ત્યારે 31 ફસ્ટ્ની ઉજવણી માટે લોકો મોટી સંખ્યામાં દીવ પણ પહોંચતા હોય છે.
વલસાડ જિલ્લામાં એક જ દિવસમાં અધધ દારૂડિયા ઝડપાયા છે. વલસાડ જિલ્લાના કુલ 13 પોલીસ સ્ટેશને 835 લોકોને દારૂનો નશો કરેલી હાલતામં ઝડપી પાડ્યા છે. તમામને ઝડપીને તેમના મેડિકલ ટેસ્ટ કરાવી તપાસ હાથ ધરાઈ છે. વલસાડ રૂરલ પોલીસે 50, વલસાડ સીટી પોલીસે 55, ડુંગરી પોલીસે 33,પારડી પોલીસે 110, ડુંગરા પોલીસે 50, ઉમરગામ પોલીસે 59, ધરમપુર પોલીસે 26, કપરાડા પોલીસે 49, નાનાપોન્ધા પોલીસે 50, વાપી જીઆઇડીસી પોલીસે 75, વાપી ટાઉન પોલીસે 158, ભિલાડ પોલીસે 98 અને ઉમરગામ મરીન પોલીસે 32 લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા છે.
તો આ બાજૂ મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર પણ 31 ડિસેંબરને લઈને સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. તાપીના સોનગઢ અને ઉચ્છલમાં પોલીસે ચેકપોસ્ટ બનાવી દારૂ ઘુસાડતા અસામાજીક તત્વો પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે.
આજે વર્ષનો છેલ્લો દીવસ છે, ત્યારે 31 ફસ્ટ્ની ઉજવણી માટે લોકો મોટી સંખ્યામાં દીવ પણ પહોંચતા હોય છે. જેના ભાગ રૂપે દીવ શહેરના મુખ્ય સર્કલો પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસે વાહનોનું સધન ચેકીંગ શરૂ કર્યું છે. નિયમો તોડનાર સામે ટ્રાંફિક પોલીસે લાલ આંખ કરી છે. હેલ્મેટ, વાહનો પર બ્લેકફિલ્મ,ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ, સીટબેલ્ટ સહિતનું ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે.
થર્ટી ફર્સ્ટને લઈને ઉના પોલીસ એક્શનમાં આવી છે અને દીવ નજીક આવેલી તડ અને માંડવી ચેક પોસ્ટ નજીક સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દીવથી દારૂ પીધેલા અને દારૂની ખેપ મારતા વાહન ચાલકોનું સઘન ચેકીંગ કરી રહી છે. ઉના પોલીસે અત્યારસુધીમાં અંદાજે 200થી વધુ પીધેલા લોકો સામે કાર્રવાઈ કરી છે. તો બીજી બાજૂ દીવની ચેક પોસ્ટ પર દીવ પોલીસ અને આરોગ્ય વિભાગ તૈનાત છે. દીવથી ગુજરાત તરફ જતી કારોનું ચેકીંગ એક્સાઈઝ વિભાગે હાથ ધર્યું છે. દીવમાં આવનારા પ્રવાસીઓના આરટીપીઆર રીપોર્ટ ચેક કરવામાં આવી રહ્યા છે. જે પ્રવાસીઓએ વેક્સીન ન લીધી હોય તેમને વેક્સીન આપવાની પણ કામગીરી ચેક પોસ્ટ પર હાથ ધરવામાં આવી છે.