Arvind Kejriwal Gujarat visit: અરવિંદ કેજરીવાલે વલસાડમાં આદિવાસીઓને જાણો શું આપી ગેરેન્ટી
Arvind Kejriwal Gujarat visit: વિધાનસભાની ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે આવ્યા છે. ગઈ કાલે તેમણે દાહોદમાં સભા સંબોધી હતી અને સાંજે વડોદરામાં તિરંગાયાત્રામાં ભાગ લીધો હતો.
Arvind Kejriwal Gujarat visit: વિધાનસભાની ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે આવ્યા છે. ગઈ કાલે તેમણે દાહોદમાં સભા સંબોધી હતી અને સાંજે વડોદરામાં તિરંગાયાત્રામાં ભાગ લીધો હતો. તો આજે તેઓ વલસાડ ખાતે સભા સંબોધવા પહોંચ્યા છે. વલસાડમાં જે જગ્યાએ કેજરીવાલ સભા સંબોધી રહ્યા છે તે ધરમપુરનું લાલ ડુંગરી મેદાન ગાંધી પરિવાર માટે લકી મેદાન છે. આ સભામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ઉપસ્થિત છે.
ભાજપ જોડે કામ લઈને જાઓ તો તેઓ કહે છે કે પૈસા નથી, સરકાર ખોટમાં ચાલી રહી છે.
બધા પૈસા ક્યાં ગયા?
એમની પાસે એક ધારાસભ્ય છે, જેની પાસે ચૂંટણી પહેલા 4 એકર જમીન હતી-હવે 1000 એકરથી વધુ જમીન થઈ ગઈ છે.
27 વર્ષ સુધી આ લોકોએ લૂંટવામાં કોઈ કસર નથી છોડી.#GujaratWithKejriwal #Gujarat pic.twitter.com/rDw970y1uV — AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 9, 2022
તમને જણાવી દઈએ કે, લાલ ડુંગરીના મેદાન પર કોંગ્રેસના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સભા સંબોધી ચૂકયા છે. 2017માં રાહુલ ગાંધીએ ધરમપુરના લાલ ડુંગરી મેદાન પરથી સભા સંબોધી ચુંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. કેજરીવાલે પોતાની સભામાં ભાષણ આપતા કહ્યું કે, ભાજપ જોડે કામ લઈને જાઓ તો તેઓ કહે છે કે પૈસા નથી, સરકાર ખોટમાં ચાલી રહી છે. બધા પૈસા ક્યાં ગયા? એમની પાસે એક ધારાસભ્ય છે, જેની પાસે ચૂંટણી પહેલા 4 એકર જમીન હતી. હવે 1000 એકરથી વધુ જમીન થઈ ગઈ છે. 27 વર્ષ સુધી આ લોકોએ લૂંટવામાં કોઈ કસર નથી છોડી.
તેમણે વધુમાં કહ્યું કે, અમારી સરકાર બનતા પ્રત્યેક આદિવાસી ગામમાં મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવશે. હાલમાં એક સરકારી રિપોર્ટ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે; ગુજરાતમાં આ વખતે 'આપ'ની સરકાર બની રહી છે. એ જોઈ ભાજપવાળા ડરી ગયા છે.
ડોદરામાં અરવિંદ કેજરીવાલનો ભવ્ય રોડ શો
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન વડોદરા પહોંચ્યા છે. વડોદરામાં તેઓ તિરંગા યાત્રામાં ભાગ લેશે. તિરંગા યાત્રામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં આપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. આ પહેલા કેજરીવાલે દાહોદમાં સભા સંબોધી હતી. ત્યાર બાદ ખરાબ હવામાનને કારણે કેજરીવાલનું હેલિકોપ્ટર દાહોદથી ટેકઓફ ન થતાં બાય રોડ દાહોદથી વડોદરા જવા થયા રવાના થયા હતા.
અરવિંદ કેજરીવાલના રોડ શો પહેલા વડોદરામાં તોડફોડ
આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલના આગમનને લઈને વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. આજે વડોદરામાં રોડ શોના રુટ પર તોડફોડ કરવામાં આવી છે. આ ઉપરાંત મોદી મોદીના નારા લાગ્યા હતા. જો કે પરિસ્થિતિ વધુ વણશે તે પહેલા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હાલમાં વડોદરાના રાજમહેલ રોડ પર વાતાવરણ તંગ બની ગયું છે.
કેજરીવાલના રોડ શો પહેલા ભાજપ-આપના કાર્યકરો વચ્ચે બબાલ
વડોદરામાં કેજરીવાલના રોડ શો અગાઉ બબાલ થઈ છે. રાજમહેલ રોડ ખાતે ભાજપ અને આપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. નવરાત્રીના બેનરો પર આપના બેનર લગાવવાનો વિરોધ કરાયો હતો. હિન્દૂ દેવી દેવતાઓના અપમાન કરનારને રોડ શો નહીં કરવા દેવાય તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ભાજપના પૂર્વ નગરસેવક નીતિન પટેલ અને સ્થાનિકોએ ચિમકી આપી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ વ્યકત કરી આશંકા . એરપોર્ટ અને સભાસ્થળે કેજરીવાલના વિરોધનો ભાજપે તખ્તો ગોઠવ્યો હોવાનો ગોપાલ ઇટાલિયાનો આરોપ. આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ભાજપ ને ડર હોવાનો ગોપાલ ઇટાલિયાનો આરોપ. ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરી લગાવ્યો આરોપ.
કેજરીવાલ-માનના રોડ શો પહેલા શહેરમાં લાગ્યા વિરોધી પોસ્ટર
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. જોકે, તેમના ગુજરાત પ્રવાસ પહેલા જ પોસ્ટર વોર છેડાયું છે. ગુજરાતમાં રાજકોટ, વડોદરા, ગાંધીનગર, સુરત અને અમદાવાદ સહિત અનેક જગ્યાએ આમ આદમી પાર્ટી વિરુદ્ધના પોસ્ટર લાગ્યા છે. આજે કેજરીવાલ અને ભગવંત માનની શહેરમાં રેલી યોજાશે. જોકે આપના દિલ્હી સરકારના કેબિનેટ મંત્રીએ હિન્દૂ ધર્મના દેવી દેવતાઓની પૂજા નહીં કરવા લોકોને શપથ લેવડાવતા વિવાદ થયો હતો. શહેરમાં સુરસાગર, ગાંધીનગર ગૃહ, અમિત નગર ચાર રસ્તા સહિત ની જગ્યાએ પોસ્ટર લાગ્યા છે. પોસ્ટર કોણે લગાવ્યા તે સવાલ ઉભો થયો છે.