શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં આજે જાહેર થશે નવી ગાઈડલાઈન, કેટલા વાગ્યાથી નાઈટ કરફ્યુ લગાવી દેવાશે એ જાણો 

કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને વાઈબ્રંટ ગુજરાત ગ્લોબલ સમિટ રદ કરાયા બાદ સરકાર તરફથી લગાવવામાં આવનારા નિયંત્રણોને લઈને સૌથી વધુ ચર્ચા છે

ગાંધીનગરઃ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને વાઈબ્રંટ ગુજરાત ગ્લોબલ સમિટ રદ કરાયા બાદ સરકાર તરફથી લગાવવામાં આવનારા નિયંત્રણોને લઈને સૌથી વધુ ચર્ચા અને ચિંતા છે. આજે સાંજે સાત વાગ્યા સુધીમાં આગામી બે અઠવાડિયા માટેની રાજ્ય સરકારનો ગૃહવિભાગ ગાઈડલાઈન બહાર પાડશે. કેમ કે અમદાવાદ, સુરત જેવા મહાનગરોમાં ગ્રામીણ અને નાના શહેરોની તુલનામાં સંક્રમણ ઘણુ વધુ વધી રહ્યું છે ત્યારે મહાનગરોમાં લાગુ કરાયેલા રાત્રી કર્ફ્યુના સમયમાં વધારો થાય તે સ્વભાવિક છે. કેમ કે અત્યારે રાત્રી કર્ફ્યુ આ મહાનગરોમાં 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાગુ છે ત્યારે કર્ફ્યુની સમય મર્યાદા એકથી બે કલાક સુધી વધારવાની શક્યતા છે. એટલે કે મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ 11 વાગ્યાના સ્થાને રાત્રીના 9 કે 10 વાગ્યાથી લાગુ થઈ શકે છે કેમ કે લગ્નપ્રસંગ અને મરણની વિધીમાં પહેલેથી જ આમંત્રિત મહેમાનોની સંખ્યા પર ઘણા નિયંત્રણો મૂકાયા છે ત્યારે આ સંખ્યામાં મોટો ઘટાડો થાય તેવી શક્યતા નહીંવત છે.

ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં મહતમ સંખ્યામાં કોઈ મોટો ઘટાડો ન કરાય પરંતું આવા કાર્યક્રમોમાં નિયમોનું પાલન સખ્તાઈથી થાય તે માટે સૂચનાઓ અપાઇ ચૂકી છે. શહેરી વિસ્તારમાં ચા-નાસ્તાની લારી અને પાનના ગલ્લા પર ભીડભાડ ન થાય તેનું ધ્યાન રાખવાની પણ સ્થાનિક પ્રશાસનને સૂચના અપાશે. ઉત્તરાયણના દિવસે પણ લોકો ઉત્સવ મનાવી શકે પરંતું એક જ અગાશી પર ટોળા ન વળે તે અંગે પણ માર્ગદર્શિકામાં સ્પષ્ટતા હશે. સાથે જ રેસ્ટોરંટ, હેલ્થ કલબ, સ્પા વગેરેમાં વધારાના કોઈ નવા નિયંત્રણો લગાવવાના સ્થાને નિયમોનું પાલન કરાવવા આદેશો અપાશે. આપણા રાજ્યની ઓળખ આર્થિક ગતિવિધીઓના કારણે છે ત્યારે આર્થિક અને ઔદ્યોગિક ગતિવિધિઓ પર કોઈ પણ પ્રકારના વધારાના અંકુશ લગાવવાના મૂડમાં સરકાર નથી. કુલ મળીને આજે સાંજે જાહેર થનારી ગાઈડલાઈંસમાં વધારાના થોડા ઘણા નિયંત્રણો ચોક્કસથી હોઈ શકે છે પરંતું કોઈ મોટો ફેરફાર નવી માર્ગદર્શિકામાં નહીં હોય. એટલું જ નહીં નવી ગાઈડલાઈંસનું પાલન વધુ સખ્તાઈથી થાય તે માટેની સૂચનાઓ જરૂર હશે. જોકે શાળાઓના વર્ગખંડમાં શિક્ષણને લઈને મોટા સુધાર સંભવ છે. ખાસ કરીને પ્રાથમિક શાળા તેમાં પણ ધો. 1થી 5માં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવે તેવી શક્યતા સવિશેષ છે.

આ પણ વાંચોઃ

કોરોનાની વેક્સિન લગાવ્યા પછી બાળક પેદા કરવાની ક્ષમતા જતી રહેશે ? મોદી સરકારે શું કહ્યું ?

આ બેંકમાં PO અને ક્લાર્કની જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, 11 જાન્યુઆરી છેલ્લી તારીખ છે, જલ્દી અરજી કરો

KVS Jobs: કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરીની સુવર્ણ તક, આ જગ્યાઓ પર થઈ રહી છે ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે.....

Skoda Slavia Review: પ્રીમિયમ લુક અને સુવિધાઓને કારણે Honda City, Hyundai Verna અને Rapid પર ભારે છે Skoda Slavia

બ્રિઝા-ક્રેટાને પછાડીને ડિસેમ્બરમાં વેચાણમાં સૌથી આગળ નીકળી ગઇ આ એસયુવી કાર, કિંમત છે તમને પોષાય એવી, જાણો.............

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha New District Controversy : બનાસકાંઠા વિભાજનને લઈ રાજકારણ ગરમાયું, ધાનેરા બંધBanaskantha Crime : કારમાંથી મળેલી લાશ મામલે સૌથી મોટો ખુલાસો, વીમો પકવવા કરી હત્યાAravalli News: શામળાજીને તાલુકો જાહેર કરવા માટે ઉઠી માગી માંગ....જાણો કોણે કરી આ માંગ?BZ Group Scam : રિમાન્ડ પૂર્ણ થતાં આજે Bhupendrasinh Zala ને કોર્ટમાં રજૂ કરાશે, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
Embed widget