Botad: ભાજપના જ ચેરમેને પોતાના મત વિસ્તારમાં કામ ન થતા હોવાથી મુખ્યમંત્રીને પત્ર લખતા રાજકારણ ગરમાયું, જાણો વિગત
હંસાબેન ભરતભાઈ મેર દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમણે બરવાળા તાલુકાના 2019માં મંજુર થયેલા અને તૂટી ગયેલા રોડનો ઉલ્લેખ કર્યો છે.
Gujarat News: બોટાદ ભાજપના જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસના ચેરમેને મુખ્યમંત્રીને પત્ર લખી તેમના મત વિસ્તારમાં કામ ન થતાં હોવાની ફરિયાદ કરી છે. હંસાબેન ભરતભાઈ મેર દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમણે બરવાળા તાલુકાના 2019માં મંજુર થયેલા અને તૂટી ગયેલા રોડનો ઉલ્લેખ કર્યો છે.
શું લખ્યું છે પત્રમાં
પત્રમાં લખવામાં આવ્યા મુજબ, બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કાપડીયાળીથી ઢાઢોદર સુધી રોડ (અંદાજીત 9 કિમી) તેમજ ચોકડીથી નભોઈપીપરિયા સુધીનો રોડ (અંદાજે 9 કિમી) આ બંને રોડ 2019માં મંજૂર થયા હતા. આ રોડ ઉપર 6 થી 7 નાળા તેમજ કોઝવે આવેલા હોઈ જે તૂટી ગયા હોવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે. જિલ્લા પંચાયતની સામાન્ય સભા તેમજ સંકલનમાં અવારનવાર લેખિત તેમજ મૌખિક રજુઆત બાદ કામ ન થતું હોવાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ભાજપના જ ચેરમેન દ્વારા પોતાના મત વિસ્તારમાં કામ ન થતા હોય જેને લઈ મુખ્યમંત્રીને પત્ર લખતા રાજકારણ ગરમાયું છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં મેઘમહેર થતા અનેક જળાશ્યોમાં નવા નીર આવતા પાણીના જથ્થાના સંગ્રહમાં વધારો થયો છે. રાજ્યમાં જળ સંપતિ વિભાગના અહેવાલ અનુસાર કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 50.37 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. આ સિવાય ગુજરાતના 31 જળાશયો સો ટકા છલકાયાં છે. આ ઉપરાંત ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 61.35 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસતા જળાશયોમાં નવા નીર આવ્યા છે ત્યારે 44 જળાશયોમાં 70 ટકાથી વધુ તેમજ 80 જળાશયો 50 ટકા સુધી પાણી ભરાયા છે. આ સિવાય હાલમાં ઉતર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 58.48 ટકા પાણીનો જથ્થો છે જ્યારે મધ્ય ગુજરાતના 17 જળાશયો 33.54 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો 37.09 ટકા, કચ્છના 20 જળાશયો 64.05 ટકા તેમજ સૌરાષ્ટ્રના કુલ 141 જળાશયોમાં 61.08 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે. રાજ્યમાં 31 જળાશયો 100 ટકા છલકાયા છે જેમા અમરેલી જિલ્લાનું ધાતરવાડી, મુંજિયાસર, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, દાહોદનું ઉમરીયા, ગીર સોમનાથનું મચ્છુન્દ્રિ, જૂનાગઢનું ઝાનજેશ્રી, ઉબેન, હસનપુર, હિરણ-1, મોટા ગુજેરીયા, રાજકોટનું વેરિ, લાલપરી, મોજ અને સોદવદર, સુરેન્દ્રનગરનું મોર્શલ કચ્છનું બેરાછીયા, કંકાવટિ, જાન્ગડિયા ગજાનસર, ગજોડ, કાલાગોગા, ડોન અને ગોઢાતડ, જામગનરનું વઘાડીયા, સપાડા, પૂના, ફૂલઝર-1 અને રૂપારેલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા જળાશયનો સમાવેશ થાય છે.