શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કઈ તારીખે કઈ જગ્યાએ પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ? હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ત્રીજી ઓક્ટોબર બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે.
ગાંધીનગર: ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ત્રીજી ઓક્ટોબર બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે. નવરાત્રી દરમિયાન હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
27 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આ ઉપરાંત, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
28 સપ્ટેમ્બરે આણંદ ભરૂચ, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
29 સપ્ટેમ્બરના દિવસે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, આણંદ, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ અને અમરેલી, ભાવનગર તેમજ ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે.
30 સપ્ટેમ્બરે રાજ્યના છોટા ઉદેપુર, નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદ પડી શકે છે. 01 નવેમ્બરે દક્ષિણ ગુજરાત, છોટા ઉદેપુર, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement